રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે લોકસભામાં સૌથી પહેલાં બોલશે રાહુલ ગાંધી, હંગામાની શક્યતા
સૂત્રો પ્રમાણે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષી દળોને રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપવા માટે 12 કલાકનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને વિપક્ષી દળીના કુલ 12 કલાકમાંથી એક કલાક ફાળવવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ મંગળવારે દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં પોતાનો અને પોતાની પાર્ટીનો પક્ષ રાખનાર પ્રથમ વક્તા હશે.
સૂત્રો પ્રમાણે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષી દળોને રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપવા માટે 12 કલાકનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસને વિપક્ષી દળીના કુલ 12 કલાકમાંથી એક કલાક ફાળવવામાં આવી છે.
સૂત્રોએ કહ્યું- રાહુલ ગાંધી વિપક્ષી દળોથી ચર્ચાની શરૂઆત કરશે, કારણ કે કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાને કારણે બોલવાની પ્રથમ તક મળશે. સૂત્રોએ કહ્યુ કે, તે રાષ્ટ્રપતિના અભિભાષણ, બજેટ પર બોલશે અને પોતાના સંબોધનમાં સ્પાઈવેર સોફ્ટવેર પેગાસસનો મુદ્દો ઉઠાવશે.
સંસદની બહાર મોર્ચો સંભાળશે યુવા કોંગ્રેસ
આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી પેગાસસનો મુદ્દો ઉઠાવવાનું કહ્યુ છે. આ પહેલા જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધી પાસે બજેટ અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ માંગ્યો તો તેમણે કહ્યું હતુ કે હું સંસદમાં બોલીશ.
નિર્મલાના બજેટને રાહુલે નકાર્યુ
મંગળવારે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કર્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર કેન્દ્રને બજેટ પર 'ઝીરો-સમ બજેટ' કહ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ- "M0di G0સરકારનું Zer0 સમ બજેટ. નોકરિયાત વર્ગ, મધ્યવર્ગ અને વંચિત-યુવા-કિશાન- MSMEs માટે કંઈ નથી.
પ્રધાનમંત્રી મોદી દ્વારા ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ લોકસભામાં આગામી સોમવાર (7 ફેબ્રુઆરી) અને મંગળવાર (8 ફેબ્રુઆરી) એ આપવાની સંભાવના છે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ કોવિંદે સોમવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે