દેશના ‘ચોકીદાર’ અને રક્ષા મંત્રી રાફેલ ડીલ પર ચુપ કેમ છે: રાહુલ ગાંધી

‘રાફેલ ડીલ પર ચોકીદાર અને રક્ષા મંત્રી ચુપ કેમ છે?’ તેમણે કહ્યું કે જનતા રાફેલ ડીલની કિંમત જાણાવ માંગે છે. તો તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભારત અને ફ્રાંસ વચ્ચે કોઇ સીક્રેટ ડીલ થઇ છે.

દેશના ‘ચોકીદાર’ અને રક્ષા મંત્રી રાફેલ ડીલ પર ચુપ કેમ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે અમેઠીમાં એકવાર ફરી રાફેલ ડીલ મુદ્દે મોદી સરકારનો ઘેરાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘રાફેલ ડીલ પર ચોકીદાર અને રક્ષા મંત્રી ચુપ કેમ છે?’ તેમણે કહ્યું કે જનતા રાફેલ ડીલની કિંમત જાણાવ માંગે છે. તો તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભારત અને ફ્રાંસ વચ્ચે કોઇ સીક્રેટ ડીલ થઇ છે. બીજેપી અને આરએસએસ દેશ માટે કઇ નથી કરી રહ્યાં.

રાહુલ ગાંધીએ કહ્યું ‘મોદી જી’એ કહ્યું હતું કે તેઓ દેશના પ્રધાનમંત્રી નથી પરંતુ ચોકીદાર બનવા માંગે છે. દેશના ચોકીદાર (પ્રધાનમંત્રી) ચોરી કરી ગયો. મોદીજી ફ્રાંસ જાય છે અને કહે છે કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવો છે. દેશ સમજવા માંગે છે કે દેશના ચોકીદારે શું કર્યું?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી એટલા માટે આંખમાં આંખ નાખીને નથી જોઇ શકતા કેમકે દેશના જવાનો અને શહીદોના 30 હજાર કરોડ રૂપિયા તેઓ લઇ ગયા. દેશના નાંણા મંત્રી અરૂણ જેટલી માલ્યા સાથે વાત કરે છે. પરંતુ કોઇને જણાવ્યું નહીં, ના સીબીઆઇને અને ના ઇડીને, પરંતુ તેને જવા દેવામાં આવ્યો. અમે 126 વિમાન ફ્રાંસથી ખરીદ્યા હતા. અમેઠીમાં એચએએલને કોન્ટ્રાક્ટ આપ્યો. જેનાથી અમેઠીના લોકોને એન્જિનિયરીંગમાં રોજગાર મળતું.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર હતી ત્યારે અમે દેશને જોડવાનું કામ કર્યું હતું. અમે રોડ-રસ્તાઓ બનાવ્યા હતા. મોદીજીની સરકારમાં હાઇવે શું નાળા પણ બની શકે છે. તેમણે કહ્યું હું અમેઠીના વિકાસની વાત કરૂં, અમે અમારી સરકાર સમયે અમેઠીમાં વિકાસ કર્યો. પરંતુ બીજેપીની સરકારે અમેઠીમાં ના વિકાસ કર્યો અને ના દેશનો વિકાસ કર્યો.

તમને જણાવી દઇએકે રાફેલ ડીલને લઇને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપ લાગતી કોંગ્રેસના નેતાઓએ આજે (24 સપ્ટેમ્બર) કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આ દરમિયાન સીવીસને મેમોરેન્ડમ આપ્યું હતું. કોંગ્રેસે સીવીસીને આ મુદ્દે સૂચના લેવાની અપીલ કરી હતી. તેમણે સીવીસીથી માંગ કરી કે આ મામલે બધી ફાઇલો અને દસ્તાવેજોને જપ્ત કરી એફઆઇઆર દાખલ કરવામાં આવે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ જાણકારી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news