Video: રાહુલ ગાંધીએ કહ્યું- નોટબંધી સમયે PM મોદીએ તેમની કેબિનેટને તાળામાં બંધ કરી

રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશની સોલનમાં કોંગ્રેસની ચૂંટણી રેલીનું સંબોધન કરતા કહ્યું કે, નોટબંધી સમયે પીએમ મોદીએ તેમની સંપૂર્ણ કેબિનેટને તાળામાં બંધ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જેમને સમજે છે તેમની સાંભળતા નથી, માત્ર તેમની દુનિયામાં રહે છે.

Video: રાહુલ ગાંધીએ કહ્યું- નોટબંધી સમયે PM મોદીએ તેમની કેબિનેટને તાળામાં બંધ કરી

સોલન (હિ.પ્ર): લોકસબા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છેલ્લા તબક્કામાં થનારી ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઇને વિવાદિત નિવેદન અપ્યું છે. રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશની સોલનમાં કોંગ્રેસની ચૂંટણી રેલીનું સંબોધન કરતા કહ્યું કે, નોટબંધી સમયે પીએમ મોદીએ તેમની સંપૂર્ણ કેબિનેટને તાળામાં બંધ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જેમને સમજે છે તેમની સાંભળતા નથી, માત્ર તેમની દુનિયામાં રહે છે.

રેલીમાં રાહુલ ગાંધી એ કહ્યું કે, RBIએ દેશની અર્થવ્યવસ્થાનો દેખાળેલો રસ્તો 70 વર્ષથી ચાલી રહ્યો છે. આરબીઆઇમાં અર્થવ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન ભર્યુ છે. લિસ્ટ છે ત્યાં પર, પીએમ મોદીએ તેમને પૂછ્યું નહીં, નોટબંધી કરી દીધી. ખબર નહીં તમને જાણકારી છે કે નહીં, નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટને નોટબંધી સમયે રેસકોર્સ રોડ (પીએમ આવાસ)માં તાળામાં બંધ કરી દીધા હતા. સત્ય છે. એસપીજીવાળા મારી પણ સિક્યોરિટી કરે છે, તેમણે મને જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, મનોહર પર્રિકર, અડવાણી જેવા નેતા અનુભવી છે, તેમને જ્ઞાન છે. અમારા વિચાર અલગ હોઇ શકે છે અમે તેમને હરાવીશું. પરંતુ તેમને અનુભવ તો છે. પીએમએ નોટબંધી પહેલા કોઇને પૂછ્યુ ન હતું.

— ANI (@ANI) May 17, 2019

રાહુલ ગાંધી ત્યાં જ ન રોકાયા, તેમણે વધુમાં કહ્યું, જુઓ પીએમમાં આટલું જ જ્ઞાન છે. તેમમે એરફોર્સના લોકોને કહ્યું ગભરાઓ નહીં, બદલાથી ફાયદો થશે, રડાર હવાઇ જહાજને વાદળોમાં જોઇ શકશે નહીં. પીએમ મોદી જેમને જ્ઞાન છે તેમનું માનતા નથી. માત્ર પોતાની દુનિયામાં રહે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news