Rahul Gandhi Flying Kiss: રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ? અનેક મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ, Video

Watch Video: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બુધવારે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અનેક મહિલા સાંસદો તરફથી રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ મામલે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાને તેને અભદ્રતા ગણાવી છે. 

Rahul Gandhi Flying Kiss: રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ? અનેક મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ, Video

સાંસદ પદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધીએ બુધવારે પહેલીવાર સંસદમાં ભાષણ આપ્યું. મણિપુર હિંસા મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન સત્તા પક્ષના સાંસદોએ અનેક વાતો પર વિરોધ વ્યક્ત કર્યો જેને લઈને બંને તરફથી ખુબ હંગામો મચ્યો. હવે NDA ના કેટલાક મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને ફ્લાઈંગ કિસ આપવાનો ઈશારો કર્યો. આવા આરોપો લાગ્યા બાદ મહિલા સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે.અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં સભ્યપદ પાછું મળ્યા બાદ પહેલીવાર પાર્લિયામેન્ટમાં ભાષણ આપ્યું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 9, 2023

— ANI (@ANI) August 9, 2023

રાહુલ ગાંધી પર આ ફ્લાઈંગ કિસના આરોપ બાદ વિવાદ ઊભો થયો છે. સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ફક્ત એક મહિલા વિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા જોવા મળ્યું નથી. તેનાથી ખબર પડે છે કે તેઓ મહિલાઓ વિશે શું વિચારે છે. આ અભદ્ર છે. 

— ANI (@ANI) August 9, 2023

કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું. સાંસદ શોભા કરંદલાજે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકરને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયે રાહુલ ગાંધીએ તેમના અને અન્ય મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો. તેમણે માંગણી  કરી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે તેમણે માત્ર મહિલાઓનું અપમાન જ નહીં પરંતુ સદનની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે. 

CCTV ફૂટેજ કાઢીને કરાવો કાર્યવાહી
શોભા કરંદલાજે મહિલા સાંસદો સાથે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધીજી સ્મૃતિ ઈરાનીજી અને અન્ય મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસ આપતા સદનમાંથી બહાર નીકળી ગયા. આ સંસદના સભ્ય દ્વારા કરાયેલો દુર્વ્યવહાર છે. આ અભદ્ર વ્યવહાર છે. વરિષ્ઠ સભ્યો જણાવી રહ્યા છે કે સંસદના ઈતિહાસમાં આવું અત્યાર  સુધી બન્યું નથી. આવું પહેલીવાર બન્યું કે કોઈ સભ્ય મહિલાઓ સામે સંસદની અંદર ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે. અમે સ્પીકરને ફરિયાદ કરીને માંગણી કરી છે કે સીસીટીવી ફૂટેજ કઢાવો અને સદસ્ય (રાહુલ ગાંધી) પર કાર્યવાહી કરો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news