29 મહિના પછી અમેઠી પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- નફરત ફેલાવનાર હિન્દુત્વવાદી

ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય દળો એકબીજા પર હુમલા કરી રહ્યાં છે. આ ક્રમમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીમાં ભાજપ પર નિશાન સાધ્યુ છે. 

29 મહિના પછી અમેઠી પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- નફરત ફેલાવનાર હિન્દુત્વવાદી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ આજે પ્રથમવાર બહેન પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સાથે અમેઠી પહોંચ્યા હતા. અમેઠીમાં રાહુલના પ્રવાસથી ત્યાંની જનતા ઉત્સાહિત જોવા મળી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, હિન્દુત્વવાદી નફરત ફેલાવે છે. પીએમ મોદીના વારાણસી પ્રવાસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું- હિન્દુત્વવાદી ગંગામાં એકલા સ્નાન કરે છે, જ્યારે હિન્દુ કરોડો લોકોની સાથે ગંગામાં સ્નાન કરે છે. 

'મેં પહેલીવાર એકલા માણસને ગંગામાં સ્નાન કરતાં જોયો'
રાહુલ ગાંધી અહીં જ નથી અટક્યા, તેમણે કહ્યું કે મેં પહેલીવાર એકલા વ્યક્તિને ગંગામાં સ્નાન કરતા જોયા. યોગી જી, ને હટાવ્યા. રાજનાથ સિંહને હટાવ્યા... જ્યારે નરેન્દ્ર જી નાના હતા, ત્યારે તેઓ મગર સાથે લડ્યા, મને નથી લાગતું કે તેમને તરતા આવડે છે. તેઓ તેમના હાથથી સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીના પ્રવાસથી ઉત્સાહિત અમેઠીવાસી
રાહુલના આગમનથી કોંગ્રેસ કાર્યકર્તા પણ ઉત્સાહિત જોવા મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, થોડા દિવસ પહેલા પ્રિયંકા મારી પાસે આવ્યા અને મને કહ્યું કે લખનઉ ચાલો. મેં તેમને કહ્યું કે, લખનઉ જતાં પહેલા હું મારા ઘરે જવા ઈચ્છુ છું. તેમણે કહ્યું કે, અમેઠી મારૂ ઘર છે. મને અહીંથી કોઈ અલગ ન કરી શકે. 

બેરોજગારી અને મોંઘવારી બે મોટા સવાલ
તેમણે કહ્યું કે, 2004માં હું રાજનીતિમાં આવ્યો અને પ્રથમ ચૂંટણી અહીંથી લડી હતી. તમે મને રાજનીતિ શીખવાડી તેથી તમારો આભાર માનુ છું. આજે દેશની સામે બે સૌથી મોટા સવાલ છે બેરોજગારી અને મોંઘવારી. આ સવાલોનો જવાબ ન મુખ્યમંત્રી આપે છે ન પ્રધાનમંત્રી. 

યુવાઓને કેમ નથી મળી રહ્યો રોજગાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. પરંતુ તેઓ કહી શકતા નથી કે દેશમાં રોજગાર કેમ નથી. રોજગાર ખતમ કેમ થઈ ગયા છે. યુવાનોને રોજગાર કેમ મળી રહ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news