પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામુ

સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે. 

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામુ

નવી દિલ્હીઃ પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. મહત્વનું છે કે પંજાબના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેમણે કહ્યુ છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે. 

— ANI (@ANI) September 28, 2021

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, કોઈ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજુતિથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઈને સમજુતિ નથી કરી શકતો. તેથી હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તત્કાલ રાજીનામુ આપુ છું. 

પંજાબમાં આજે નવા મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી છે અને તેની થોડી કલાકો બાદ જ સિદ્ધુએ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. તેની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ છે. 

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે. બાદમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ પાર્ટીએ અલગ નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news