Punjab: ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળનો વિસ્તાર, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ


પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. 15  ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. 

Punjab: ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળનો વિસ્તાર, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ

ચંડીગઢઃ પંજાબમાં આખરે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની નવી કેબિનેટે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં રાજ્યપાલે નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા છે. ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી, સુખજિંદર સિંહ રંધાવા, નાયબ મુખ્યમંત્રી, ઓપી સોની, નાયબ મુખ્યંત્રી પહેલાથી નક્કી થઈ ગયા હતા. હવે નવા 15 મંત્રીઓએ શપથ લીધા છે. 

કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી ગિદ્દરબાહાથી ધારાસભ્ય અમરિંદર સિંહ રાજા વડિંગને પણ ચન્ની કેબિનેટમાં તક મળી છે. રાજા વડિંગે મંત્રી પદના શપથ લીધા છે. તો પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર ગુરકીરત કોટલીએ પણ મંત્રી પદના શપથ લીધા છે. 

આ ધારાસભ્યો બન્યા મંત્રીઃ
બ્રહ્મ મોહિંદરાઃ અમરિંદર સિંહની સરકારમાં મંત્રી હતા. છ વખત ધારાસભ્ય રહ્યા છે. પટિયાલા ગ્રામીણ સીટથી ધારાસભ્ય છે. 

મનપ્રીત સિંહ બાદલઃ અમરિંદર સરકારમાં મંત્રી હતા. અકાલી દળમાં પણ રહી ચુક્યા છે. 

તૃપ્ત રાજિંદર સિંહ બાજવાઃ બીજીવાર મંત્રી બન્યા છે. કેપ્ટન સરકારમાં પણ મંત્રી હતા. લાંબા સમયથી કોંગ્રેસમાં છે. 

અરૂણા ચૌધરીઃ દીનાનગર સીટથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના મહાસચિવ રહ્યા છે. અનૂસુચિત જાતિથી આવે છે. કેપ્ટન સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા. 

સુખબિંદર સિંહ સરકારિયાજઃ કેપ્ટન અમરિંદર સરકારમાં મંત્રી હતા. એક સમયે કેપ્ટનના ખુબ નજીક હતા. 

રાણા ગુરજીત સિંહઃ એક સમયમાં કેપ્ટન અમરિંદરના ખુબ નજીકના ગણાતા હતા. પંજાબના મોટા ઉદ્યોગપતિ છે. 2017માં મંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2018માં હટાવી દેવામાં આવ્યા હતા. 

રઝિયા સુલ્તાનાઃ અમરિંદર સિંહ સરકારમાં પણ મંત્રી હતા. પંજાબ વક્ફ બોર્ડના અધ્યક્ષ રહ્યા છે. કોંગ્રેસનો મુસ્લિમ ચહેરો છે. પંજાબ કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ નેતા છે. 

વિજય ઇંદર સિંગલાઃ કેપ્ટન અમરિંદર સિંહના નજીકના હતા. પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે. સંગસૂરથી સાંસદ રહી ચુક્યા છે. 

ભારત ભૂષણ આશુઃ અમરિંદર સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા. સંગઠનમાં સારી પકડ ધરાવે છે. લુધિયાના પશ્ચિમ સીટથી ધારાસભ્ય છે. 

રણદીપ સિંહ નાભાઃ પ્રથમવાર મંત્રી બન્યા. ચાર વખત ધારાસભ્યની ચૂંટણી જીતી ચુક્યા છે. અમરિંદર સિંહના વિરોધી માનવામાં આવે છે. 

રાજકુમાર વેરકાઃ અમૃતસર પશ્ચિમથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તા છે. વાલ્મિકી સમાજથી આવે છે. 

સંગત સિંહ ગિલજિયાનઃ ત્રીજીવખતના ધારાસભ્ય છે. વિધાનસભાની અનેક કમિટીના સભ્ય રહ્યા. ઉડમુડ સીટથી ધારાસભ્ય છે. 

પરગટ સિંહઃ પરગટ સિંહ પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ છે અને તેમને નવજોત સિંહ સિદ્ધૂના નજીકના ગણવામાં આવે છે. હોકી ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. 

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી ચન્ની મંત્રીમંડળના નામો પર સહમતિ બની હતી. મંત્રીમંડળના વિસ્તાર પર ચર્ચા કરવા માટે સીએમને પાર્ટી હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news