હવે અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર બદલશે તાલિબાન


સમાચાર એજન્સી અનુસાર અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર વિભાગ હાલ બંધ છે અને માત્ર તે દસ્તાવેજને પ્રાપ્ત કરી શકે છે જેણે પોતાની બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. 
 

હવે અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર બદલશે તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ વાપસી કરનાર તાલિબાન હવે લોકોના પાસપોર્ટ અને ઓળખ પત્રને બદલશે. તાલિબાને જાહેરાત કરી છે કે તે પાછલી સરકાર દ્વારા જારી કરાયેલા અફઘાન પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્રને બદલી નાખશે. સાથે તે પણ કહ્યુ કે, આ દસ્તાવેજ થોડા સમય માટે માન્ય હશે.તેની જાણકારી સ્થાનીક મીડિયાએ આપી છે. 

ખામા પ્રેસ ન્યૂઝ એજન્સીએ તાલિબાનની સૂચના અને સંસ્કૃતિના ઉપ મંત્રી અને પ્રવક્તા ઉઝીઉલ્લાહ મુઝાહિદનો હવાલો આપતા જણાવ્યુ કે, તે સંભવ છે કે અફઘાન પાસપોર્ટ અને એનઆઈડીમાં 'અફઘાનિસ્તાનના ઇસ્લામી અમીરાત' નામ હોય. મુઝાહિદે તે પણ કહ્યુ કે, પાછલી સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજ હજુ દેશના કાયદાકીય દસ્તાવેજોના રૂપમાં માન્ય છે.

સમાચાર એજન્સી અનુસાર અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર વિભાગ હાલ બંધ છે અને માત્ર તે દસ્તાવેજને પ્રાપ્ત કરી શકે છે જેણે પોતાની બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. મહત્વનું છે કે સત્તામાં આવ્યા બાદ તાલિબાન સતત કંઈકને કંઈક ફેરફાર કરી રહ્યું છે. આ પહેલા તેણે મહિલાઓની મિનિસ્ટ્રી સમાપ્ત કરી દીધી અને તેને પ્રાર્થના અને માર્ગદર્શન મંત્રાલય બનાવી દીધુ. તેણે કહ્યું કે, તાલિબાનમાં શરિયા કાયદો લાગૂ થશે. જેમાં હાથ કાપવાથી લઈને ફાંસી જેવી સજાની જોગવાઈ છે. 

તાલિબાન દ્વારા ફાંસી અને હાથ અને શરીર કાપવા જેવી સજાઓ ફરી શરૂ કરવાની ચેતવણીના એક દિવસ બાદ સંગઠને તેના પર અમલ પણ શરૂ કરી દીધો હતો. ચાર લોકોના મૃતદેહોને ક્રૂરતાથી ક્રેનના માધ્યમથી ચાર રસ્તા પર લટકાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ તાલિબાન પોતાના પાછલા કાર્યાલયની તુલનામાં અલગ શાસનનું વચન આપી રહ્યું હતું. પરંતુ દેશભરમાં માનવાધિકારનના હનનના સમાચારો સામે આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news