Pune: સેનેટાઇઝર કંપનીમાં ભીષણ આગ, 18 લોકોના મોત

Pune Massive fire breaks: પુણેમાં SVS aqua technologies નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ઘટનાસ્થળ પર 18 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

Pune: સેનેટાઇઝર કંપનીમાં ભીષણ આગ, 18 લોકોના મોત

પુણેઃ પુણેમાં ભીષણ આગ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાય છે. આગ લાવાસા રોડના ઉરવડે ગામમાં સ્થિત કંપની  SVS Aqua Technologies માં લાગી છે. આગમાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. હજુ અન્ય મજૂરો ફસાયા હોવાની શક્યતા છે. મજૂરોમાં મહિલાઓ પણ સામેલ છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેટની ગાડીઓ પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે. આ કંપનીમાં સેનેટાઇઝર બનાવવામાં આવે છે. 

— ANI (@ANI) June 7, 2021

જાણકારી પ્રમાણે અત્યાર સુધી 18 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે. ફાયર વિભાગે આખરે આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયરની આઠ ગાડીઓ સ્થળ પર હાજર છે. લાપતા લોકોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

કેમિકલ એક્સપોર્ટ કરે છે કંપની
પીએમઆરડીએ (પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી) ના ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, એસવીએસ એક્વા ટેક્નોલોજીના પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ મોકલવામાં આવી છે. મુખ્ય ફાયર અધિકારી દેવેન્દ્ર પોટફોડેએ કહ્યુ- કંપનીના અધિકારીઓ અનુસાર આગ લાગ્યા બાદ અત્યાર સુધી 18 મૃતદેહ મળ્યા છે. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કંપની કેમિકલ પ્રોડક્શન અને એક્સપોર્ટ કરે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news