PMOને આવ્યો મેઇલ,"મે મારા ઘરની બહાર એલિયન જેવી વસ્તુ જોઇ" તપાસ થઇ તો...
જ્યારે પીએમઓ તરફથી આ બાબતે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો તો પોલીસે આ મુદ્દે તપાસની માંગ કરવા માટે કહેવામાં આવ્યું
Trending Photos
પુણે : પુણેના રહેનારા એક વ્યક્તિએ હાલમાં જ વડાપ્રધાન કાર્યાલયને એક ઇમેઇલ મોકલ્યો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેણે પોતાનાં ઘરની બહાર એલિયન જેવી અનેક વસ્તુઓ જોઇ. ત્યાર બાદ પુણે પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર જ્યારે પીએમઓની તરફથી આ બાબતે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો તો પોલીસે આ મુદ્દે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું. સિંહગઢ રોડ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી.
અધિકારીના અનુસાર પોલીસે થોડા સમય પહેલા ઇમેઇલ મોકલનારા વ્યક્તિની ભાળ મેળવી લીધી. તપાસમાં સામે આવ્યું કે, તે 47 વર્ષીય વ્યક્તિ માનસિક રીતે બિમાર છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વ્યક્તિને કેટલાક વર્ષ પહેલા બ્રેન હેમરેજ થયુંહ તું અને ત્યારથી તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. થોડા મહિના પહેલા તેણે પોતાનાં બંગ્લાની બહાર ઝાડમાં લાઇટ થતી જોઇ હતી તેમને લાગ્યું કે આ કોઇ એલિયન જેવી વસ્તુઓ છે.
અધિકારીઓએ કહ્યું કે, આ વ્યક્તિએ અનુભવ કર્યો કે તે એલિયન જેવી વસ્તુ પૃથ્વી અંગેના મહત્વપુર્ણ માહિતી પોતાનાં ગ્રહોને મોકલી રહી હતી, અને તેમણે પીએમઓને એક ઇમેઇલ મોકલીને તપાસની માંગ કરી. પોલીસ અધિકારીનું તેમ ફણ કહેવું છે કે, એટલે સુધી કે આ વ્યક્તિના પરિવારના લોકોને પણ પીએમઓને મેઇલ કરીને તપાસ માટેની માંગ કરી હતી.
પોલીસ અધિકારીનું એમ પણ કહેવું છે કે એટલે સુધી કે આ વ્યક્તિનાં પરિવારના લોકોને પણ પીએમઓને ઇમેઇલ લખવાની માહિતી પણ નહોતી આપી. અત્રે ઉલ્લેખનીય છે. ત્યાર બાદ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.જો કે ત્યાર બાદ વૃદ્ધ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ કે કેમ તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે