J&K: પુલવામામાં હાઈવે પાસે એક Sintex Tank જમીનમાંથી મળી, ખોલતા જ સુરક્ષાદળોના હોશ ઉડ્યા
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં પુલવામાં જેવો એક ઘાતક આતંકી હુમલો (Terrorist Attack) કરવાના ષડયંત્રને સેનાએ નિષ્ફળ બનાવ્યું. ગુપ્ત બાતમીના આધારે પુલવામાના કરેવા વિસ્તારથી 52 કિલો વિસ્ફોટક અને 50 ડેટોનેટર મળી આવ્યાં છે. જેના દ્વારા કાશ્મીરમાં ફરીથી એકવાર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું તેના પુરાવા મળ્યાં.
Trending Photos
કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં પુલવામાં જેવો એક ઘાતક આતંકી હુમલો (Terrorist Attack) કરવાના ષડયંત્રને સેનાએ નિષ્ફળ બનાવ્યું. ગુપ્ત બાતમીના આધારે પુલવામાના કરેવા વિસ્તારથી 52 કિલો વિસ્ફોટક અને 50 ડેટોનેટર મળી આવ્યાં છે. જેના દ્વારા કાશ્મીરમાં ફરીથી એકવાર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું તેના પુરાવા મળ્યાં.
સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્ત સૂચનાના આધારે સેનાની 42મી રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટ અને પોલીસે મળીને પુલવામા જિલ્લાના કરેવામાં જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હાઈવે પાસે જમીનમાં એક સિન્ટેક્સની ટેન્ક દબાયેલી જોવા મળી. આ ટેન્કને ખોલતા તેમાથી 52 કિલો હાઈ ક્વોલિટી વિસ્ફોટક અને 50 ડેટોનેટર મળી આવ્યાં.
સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિસ્ફોટકોથી સુરક્ષાદળોના કાફલામાં મોટી તબાહી થઈ શકે તેમ હતી. સુરક્ષાદળો હવે આ વિસ્ફોટકોને છૂપાવનારા આતંકીઓને શોધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે