પાક.ના પુર્વ રાજદ્વારીની ચેતવણી: પુલવામાને મુંબઇ હુમલો સમજવાની ભુલ ન કરવી જોઇએ
Trending Photos
ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનનાં ત્રણ પુર્વ વિદેશ સચિવોએ પોતાની સરકારને ચેતવણી આપી છે કે, તેઓ ભારતને કોઇ આક્રમક કાર્યવાહીને પહોંચી વળવા માટે તૈયારી કરીને રાખે અને સંકટને શાંતિપુર્ણ રીતે ઉકેલવા માટે કુટનીતિક મદદ લે. ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલાના કાવત્રામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા.
આ હુમલાનું કાવત્રુ પાકિસ્તાન સંચાલીત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે રચી હતી. આ ક્રુરતા ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે સુરક્ષા દળોને તેના પરિવર્તન માટે ઉઘાડી છુટ આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, પુલવામા હુમલાને મુંબઇ હુમલા સાથે સરખાવી શકાય નહી. મુંબઇ સમયે અલગ સરકાર હતી તેણે સંયમ વર્તયો હતો. મુંબઇમાં ભારતે સંયમ જાળવ્યો હતો. જો કે આ વખતે અલગ સરકાર છે અને તેણે ઉઘાડી કાર્યવાહી કરવા માટેની છુટ આપી દીધી છે. નવી દિલ્હીએ યુદ્ધના નગારા વગાડી દીધા છે.
સર્વપ્રથમ પાકિસ્તાનને કંઇ જ કહ્યા વગર કોઇ સંભવિત આક્રમક કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે તૈયાર રહેવું જોઇએ. તૈયારી પોતે જ તણાવમાં કોઇ વધારાને નિષ્ફળ કરી દેશે. જો કે એક તરફ સમગ્ર વિશ્વ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ નિવારી શકાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી દ્વારા સૈનિકોને છુટ આપી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે