પુલવામાં એટેકે: 10 કિમી દુર સુધી સંભળાયો વિસ્ફોટ, સ્થાનીકોનું લોહી થીજી ગયું
હૂમલો એટલો ભયાનક હતો કે સીઆરપીએફ બસનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગુરૂવારે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવતા હૂમલો કર્યો જેમાં 44 જવાન શહીદ થઇ ગયા છે. તબાહીનું એક ખોફનાક દ્રશ્યો જોઇને સ્થાનિક રહેવાસીઓનું લોહી પણ થંભી ગયું હતું. આ આતંકવાદી ઘટના અહીંથી 20 કિલોમીટર દુર થઇ. આ ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલા વિસ્ફોટક એટલા શક્તિશાળી હતા કે તેના અવાજ 10-12 કિલોમીટર દુર એટલે સુધી કે પુલવામાંથી જોડાયેલા શ્રીનગરનાં કેટલાક વિસ્તારો સુધી સાંભળવા મળ્યું હતું.
સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું કે, ઘટનામાં શહીદ થયેલા જવાનો ક્ષત-વિક્ષત શબ જમ્મુ કાશ્મીર રાજમાર્ગમાં વિખરાઇ ગયા. કેટલાક શબોની પરિસ્થિતી એટલી ખરાબ છે કે તેમની તપાસમાં ઘણો લાંબો સમય લાગી શકે છે. વિસ્ફોટનો અવાજ સાંભળતા જ લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતા. ઘટના સ્થળથી 300 મીટરથી પણ ઓછા અંતર પર રહેલા લેથપુર બજારનાં દુકાનદારો પોત પોતાની દુકાનોનાં શટર બંધ કરીને ભાગ્યા હતા.
પાકિસ્તાન ખાતેના આતંકવાદી સમુહ જૈશ એ મોહમ્મદએ આ નૃશંક આતંકવાદી હૂમલાની જવાબદારી સ્વિકારી છે અને આત્મઘાતી હૂમલાનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ હૂમલા અગાઉ શૂટ કરવામાં આવ્યો હતો. હૂમલાની ઓળખ કમાન્ડર આદિલ અહેમદ દાર સ્વરૂપે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં 2500થી વધારે કર્મચારીઓ 78 વાહનોનાં કાફલામાં જઇ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે