આણંદની IRMAના સ્ટૂડેન્ટને મળી સૌથી મોટી જોબ ઓફર, જાણો કેટલું મળ્યું પેકેજ

ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થિત દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)માં અભ્યાસ કરતાં અવિનાશ કાંબોજને રૂપિયા 50 લાખનું વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે.

આણંદની IRMAના સ્ટૂડેન્ટને મળી સૌથી મોટી જોબ ઓફર, જાણો કેટલું મળ્યું પેકેજ

આણંદ: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં તૈનાત એક કોન્સ્ટેબલના પૂત્રને પોતાની કોલેજમાં આયોજીત એક જોબ પ્લેસમેન્ટમાં ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થિત દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)માં અભ્યાસ કરતાં અવિનાશ કાંબોજને રૂપિયા 50 લાખનું વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે.

હરિયાણાના સિરસા જિલ્લાના નિવાસી અવિનાશ કાંબોજના પિતા કુલજીત હરિયાણામાં બીએસએફમાં કોન્સ્ટેબલ છે અને હાલમાં તેઓ ક્લર્કના પદ પર તૈનાત છે. અવિનાશને IRMA કેમ્પસમાં યોજવામાં આવેલા જોબ પ્લેસમેન્ટમાંથી અત્યાર સુધીનું સૌથી મોટુ પેકેજ આપવામાં આવ્યું છે. અવિનાશને કુલ 50.31 લાખ રૂપિયાનું પેકેજ ઓફર થયું છે. ગત વર્ષ આજ કોલેજના એક વિદ્યાર્થીને 46.50 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું.

ગત વર્ષે જે સ્ટૂડેન્ટને સૌથી વધારે પેકેજ મળ્યું હતું, તે પણ હરિયાણાનો રહેવાસી હતો. ગત વર્ષે સૌથી વધારે પ્લેસમેન્ટ આપનાર તોલારામ ગ્રુપ કંપનીએ જ સૌથી મોટુ પેકેજ આપ્યું હતું. આ કંપની આફ્રિકામાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી છે.

પોતાને મળેલી ઓફરને લઇ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અવિનાશે જણાવ્યું કે, હું હજુ ફ્રેશર છું અને આ મારી પેહલી નોકરી છે. એટલે 3- 4 વર્ષ સુધી હું ઇન્ડસ્ટ્રીમાં અનુભવ મેળવવા ઇચ્છું છું. ત્યારબાદ હું ઉદ્યોગજગતમાં પગ મુકીશ.

ઉલ્લેખનીય છે કે, અવિનાશે સિરસામાં શિક્ષણ મેળવ્યું, સિસારમાં આવેલી ચૌધરી ચરણ સિંહ હરિયાણા એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચરમાં BSc કર્યા બાદ અવિનાશે IRMAમાં એડમિશન લીધું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news