પુલવામાં હૂમલા બાદ પાક.વિરોધી દેખાવોના કારણે જમ્મુમાં કર્ફ્યું, પરિસ્થિતી તંગ
અધિકારીઓએ જણાવ્યું કે, સેનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં તંત્રની મદદ કરવા માટેની અપીલ કરી અને ફ્લેગ માર્ચ કાઢી હતી
Trending Photos
જમ્મુ : કાશ્મીર ખીણમાં પુલવામાં હૂમલા અંગે વ્યાપક પ્રદર્શનો અને હિંસાની ઘટનાઓ બાદ પ્રારંભિક તબક્કે જમ્મુ શહેરમાં શુક્રવારે કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.આ હૂમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ તઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે તંત્રની મદદ કરવા માટેની અપીલ કરી અને ફ્લેગ માર્ચ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, સાંપ્રદાયીક હિંસાની આશંકાના કારણે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. લાઉડ સ્પીકરો પર કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હોવા છતા પણ પ્રદર્શન કર્તાઓ પરત ફર્યા નહોતા. ખાસ કરીને જુના શહેરમાં આવું રહ્યું. જમ્મુ પોલીસના ડેપ્યુટી પોલિસ કમિશ્નર રમેશ કુમારે કહ્યું કે, અમે ચેતવણીના ભાગ રૂપે જમ્મુ શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. અધિકારીઓ અનુસાર જમ્મુ સંપુર્ણ બંધ છે અને માર્ગ પર કોઇ જ વાહન નથી. તમામ દુકાનો અને બજારો બંધ છે. જમ્મુ શહેરમાં જ્યુલ ચોક, પુરાની મંડી, રેહારી, શક્તિનગર, પક્કા ડંગા, જાનીપુર, ગાંધીનગર અને બક્શીનગર સહિત અનેક સ્થળો પર લોકો પાકિસ્તાનના વિરોધમાં રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે.
એક સમાચાર અનુસાર ગુજ્જર નગર વિસ્તારમાં ઘર્ષણ અને પથ્થરમારાને કારણે વાહનો ક્ષતીગ્રસ્ત થયા. જો કે પોલીસે કાર્યવાહી કરતા મોટી હિંસા ટળી હતી. પાકિસ્તાન વિરોધી, આતંકવાદી વિરોધી નારા લગાવતા પ્રદર્શનકર્તાઓ અનેર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. પાકિસ્તાન સામે બદલાની માંગ કરતા રસ્તાઓને અવરુદ્ધ કરી દીધા હતા. બજરંગ દળ, શિવસેના અને ડોંગરા ફ્રંટના નેતૃત્વમાં લોકોએ શહેરમાં કેંડલ માર્ચ કાઢી હતી. પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કર્યા હતા. જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જેસીસીઆઇ)એ ગુરૂવારે આતંકવાદી હૂમલાનો વિરોધ કરતા જમ્મુ બંધનું આહ્વાન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે