Prophet Row: દિલ્હીની જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન, નુપુર શર્માની ધરપકડની કરી માંગણી

પયગંબર સાહબને લઈને અપાયેલા એક નિવેદન મુદ્દે આજે જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Prophet Row: દિલ્હીની જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન, નુપુર શર્માની ધરપકડની કરી માંગણી

નવી દિલ્હી: પયગંબર સાહબને લઈને અપાયેલા એક નિવેદન મુદ્દે આજે જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ મામલે લોકો પૂર્વ બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગણી કરી રહ્યા છે. 

આ મામલે જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે મસ્જિદમાં વિરોધ પ્રદર્શન માટે કોઈ આહ્વાન કરાયું નહતું. આ વાત અમે ગુરુવારે જ સ્પષ્ટ કરી દીધી હતી. વિરોધ કરનારા કોણ છે એ અમે જાણતા નથી. મને લાગે છે કે AIMIM ના કે ઓવૈસીના લોકો હોઈ શકે છે. અમે સ્પષ્ટ કરી દીધુ હતું કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. પરંતુ અમે તેમનું સમર્થન કરીશું નહીં. આ મામલે દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે નુપુર શર્મા અને નવીનકુમાર જિંદાલના નિવેદનોના વિરોધમાં જામા મસ્જિદ પરિસરમાં ભેગા થયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમે ત્યાંથી લોકોને હટાવી દીધા છે. સ્થિતિ હવે કાબૂમાં છે. 

— ANI (@ANI) June 10, 2022

અત્રે જણાવવાનું કે ભાજપના સસ્પેન્ડ  કરાયેલા નેતા નુપુર શર્માના વિરોધમાં યુપીના દેવબંદ જિલ્લામાં પણ પ્રદર્શન થયું. દેખાવકારો નુપુર શર્માની ધરપકડની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પયગંબરની શાનમાં ગુસ્તાખી કરનારાઓને માફ કરી શકાય નહીં. આવામાં જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ પ્રદર્શન કરતા રહેશે. 

No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH

— ANI (@ANI) June 10, 2022

આ બાજુ કર્ણાટકના બેલગાવી શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા વિરુદ્ધ કેટલાક લોકોએ પ્રદર્શન કર્યું. પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપીને ઘેરાયેલા નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બેલગાવી શહેરના માર્કેટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બજારમાં થયું. અહીં નુપુર શર્માનું પુતળું જાહેરમાં લટકાવવામાં આવ્યું. 

આ ઘટના બાદ અનેક હિન્દુ સમર્થક સંગઠનોએ પોલીસ અધિકારીઓને પુતળું હટાવવાનો આગ્રહ કર્યો અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી. મહાનગર  પાલિકાના સભ્ય શંકર પાટિલે કહ્યું કે પુતળું જલદી હટાવવું જોઈએ. આ અફઘાનિસ્તાન નથી. નુપુર શર્મા દોષિત છે કે નહીં તે કોર્ટ નક્કી કરશે. પ્રદર્શનકારીઓનું આ પગલું સમાજમાં અરાજકતા પેદા કરશે. પોલીસે કહ્યું કે પુતળું ગુરુવારે રાતે લટકાવવામાં આવ્યું હતું. સૂચના મળ્યા બાદ અમે તેને હટાવ્યું. 

— ANI (@ANI) June 10, 2022

બંગાળમાં પણ નમાઝ બાદ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં પણ અનેક જગ્યાએ નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. હાવડા અને કોલકાતામાં નમાઝ બાદ લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. હાવડામાં લોકોએ ટ્રાફિક જામ કરી દીધો. 

જમ્મુ અને કાશ્મીરમાં પણ પ્રદર્શન
જમ્મુ અને કાશ્મીરમાં પણ જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલ છે. શ્રીનગરના લાલચોક ઉપર પણ લોકોએ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 

અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે નુપુર શર્મા, અસદુદ્દીન ઓવૈસી, સબા નકવી સહિત 33 લોકો વિરુદ્ધ હેટ સ્પીચ મામલે કેસ દાખલ કર્યો છે. નુપુર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ એફઆઈઆર નોંધાઈ છે. બીજી બાજુ નુપુર શર્માને મારી નાખવાની ધમકીઓ મળ્યાની ફરિયાદ બાદ તેમની સુરક્ષા પણ વધારાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news