UP ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત, કોંગ્રેસ 40% Ticket મહિલાઓને આપશે

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે આજે સત્તામાં નફરતની બોલબાલા છે તેને બદલવા માંગુ છું. તેને મહિલાઓ બદલી શકે છે. જો દેશને જાતિવાદ અને ધર્મના રાજકારણથી બહાર કાઢીને સમતાની રાજનીતિ તરફ લઈ જવો હોય તો મહિલાઓએ આગળ આવવું પડશે. 

UP ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત, કોંગ્રેસ 40% Ticket મહિલાઓને આપશે

લખનૌ: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે આજે સત્તામાં નફરતની બોલબાલા છે તેને બદલવા માંગુ છું. તેને મહિલાઓ બદલી શકે છે. જો દેશને જાતિવાદ અને ધર્મના રાજકારણથી બહાર કાઢીને સમતાની રાજનીતિ તરફ લઈ જવો હોય તો મહિલાઓએ આગળ આવવું પડશે. 

પ્રિયંકા ગાંધીનું વચન
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે અમારી પહેલી પ્રતિજ્ઞામાં નક્કી કરાયું છે કે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે તો રાષ્ટ્રીય સ્તરે પણ વધશે. હું હાલ યુપીની ઈન્ચાર્જ છું. જે મહિલાઓ છે તે એકજૂથ થઈને એક ફોર્સ બનતી નથી. તેમને પણ જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે. વિચારવાનું એ છે કે મહિલાઓએ જાતિ અને પ્રદેશથી ઉપર ઉઠીને એક સાથે લડવાનું છે. 

મહિલાઓને 50 ટકા ટિકિટ આપવા માંગતી હતી- પ્રિયંકા
તેમણે વધુમાં કહ્યું કે જો મારું ચાલત તો મહિલાઓને 50 ટકા ટિકિટ આપત. આ એક પ્રોસેસ હોય છે અને શરૂઆત હોય છે. મને કોઈ ખોટું લાગતું નથી. અમને ઉમેદવાર મળશે અને લડશે પણ. તેઓ આ વખતે નહીં તો આગામી વખતે મજબૂત થશે. 

— ANI UP (@ANINewsUP) October 19, 2021

ચૂંટણી લડવા માટે મને આવીને મળો
અન્ય રાજ્યો અને પંજાબમાં તેને લાગૂ કરવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ કહ્યું કે મે યુપી ઈન્ચાર્જ તરીકે નિર્ણય લીધો છે. મહિલાઓની સક્ષમતાના આધારે ટિકિટ આપવામાં આવશે. જે પણ ચૂંટણી લડવા માંગે તે મને આવીને મળે. 

પોતે ચૂંટણી લડશે કે નહીં તે અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ નિર્ણય મે હજુ લીધો નથી. હજુ સમય છે. આ નિર્ણય મહિલાઓના સશક્તિકરણ માટે છે. તેની પાછળ કોઈ રહસ્ય નથી. સીએમ કોણ હશે? તેના પર હજુ નિર્ણય લેવાયો નથી. મારી લડત એક નવા પ્રકારની રાજનીતિ બનાવવા માટે છે. જે અવાજ ઉઠાવી શકતા નથી હું તેમના માટે લડી રહી છું. આ અવસરે કોંગ્રેસે નવો નારો પણ આપ્યો. 'લડકી હું લડ સકતી હું'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news