પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'

પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. પ્રિયંકાનો આરોપ છે કે મને રોકવામાં આવી છે. પોલીસે મારૂ ગળુ દબાવ્યું છે. મને પકડીને ધક્કા મારવામાં આવ્યા છે. ત્યારબાદ હું પડી ગઈ હતી. 

પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસ.આર.દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન થોડા સમયે માટે પ્રિયંકાના વાહનને પોલીસે રોકી લીધું હતું. પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર ગળું દબાવવા અને ધક્કા મારીને પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ ભાજપે તેને પ્રિયંકા ગાંધીનું નાટક ગણાવ્યું છે. યૂપી કેબિનેટના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે આ સંબંધમાં ટ્વીટ કરીને કોંગ્રેસ મહાસચિવની ટીકા કરી છે. તો કોંગ્રેસે યૂપી સરકારને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી છે. 

હકીકતમાં, નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં થયેલી હિંસા ભડકાવવા તથા અન્ય આરોપમાં પોલીસે પૂર્વ આઈપીએલ એસ.આર, દારાપુરી, સામાજીક કાર્યકર્તા તથા કોંગ્રેસ પ્રવક્તા સદફ જફરની ધરપકડ કરી હતી. એસ.આર. દારાપુરી અને સદફ જફરના પરિવારને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રસ્તામાં પોલીસે રોક્યા હતા. તેના પર પ્રિયંકાએ કહ્યું, 'અમને રોડ પર રોકવાનો કોઈ અર્થ નથી. આ મામલો એસપીજીનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસનો છે.'

— ANI UP (@ANINewsUP) December 28, 2019

— ANI UP (@ANINewsUP) December 28, 2019

મારી સાથે પોલીસનું ગેરવર્તન, ગળુ દબાવ્યું, ધક્કો માર્યો
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, 'રસ્તામાં પોલીસની ગાડી અચાનક આવી ગઈ અને રોકી લીધા. પોલીસે કહ્યું કે, નહીં જવા દઈએ. હું ઉતરીને ચાલવા લાગી તો પોલીસે ઘેરો બનાવીને મારૂ ગળુ દબાવ્યું અને ધક્કો મારીને પાડી દીધી હતી. મારી સાથે ગેરવર્તન થયું છે. ત્યારબાદ હું પાર્ટીના એક કાર્યકર્તાની સાથે સ્કુટી પર બેસીને જવા લાગી તો ફરી પોલીસે રોકી હતી.'

હિંસાના મામલામાં ધરપકડ કરાયેલા સદફ જફરની જામીન અરજી કોર્ટે નકારી દીધી છે. સદફ જફરે અરજીમાં કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેણે કોઈ ગુનો કર્યો નથી. કોર્ટે તેની જામીન અરજી નકારતા કહ્યું કે, જે ગુનાઓમાં તેનું નામ છે, તે ગંભીર પ્રકૃતિના છે. તેવામાં તેમને જામીનનો અધિકાર નથી. સદફે ધરપકડ બાદ પોલીસકર્મીઓ દ્વારા મારપીટનો પણ આરોપ લગાવ્યો છે. 

priyanka_122819071357.jpg

જૂઠ પર ખીલે છે પ્રિયંકાનો પરિવારઃ સિદ્ધાર્થનાથ
બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાના આ આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. યૂપીના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે ટ્વીટ કર્યું છે, 'પ્રિયંકા વાડ્રાનો પરિવાર માત્ર જૂઠ પર ખીલે છે. થૂકો અને ભાગોના સિદ્ધાંત તમને અસ્થાયી પ્રચાર આપશે, પરંતુ મત નહીં. પ્રિયંકા વાડ્રાના નાટકની નિંદા કરવી જોઈએ.'

— Sidharth Nath Singh (@SidharthNSingh) December 28, 2019

આ પહેલા મેરઠમાં યૂપી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને જિલ્લાની સરહદથી પરત મોકલી આપ્યા હતા. સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન મેરઠમાં માર્યા ગયા લોકોના પરિવારની મુલાકાત માટે જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મંગળવારે પોલીસે રોક્યા હતા. બંન્ને નેતા એક કારમાં સવાર હતા. મેરઠમાં પ્રવેશ પહેલા જિલ્લાની સરહદ પર રોકી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news