કોરોના વાયરસઃ ગુરૂવારે રાત્રે 8 કલાકે દેશની જનતાને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશભરમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 159 પર પહોંચી ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 માર્ચે રાત્રે 8 કલાકે દેશની જનતાને સંબોધિત કરવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. અત્યાર સુધી ભારતમાં કુલ 159 લોકો કોરોનાથી પીડિત છે તો 3 લોકોના મોત થયા છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો આ વાયરસનો પ્રસાર રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 માર્ચે રાત્રે 8 કલાકે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન ગુરૂવારે રાત્રે 8 કલાકે કોરોના વાયરસના મુદ્દા પર દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદીએ કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે બેઠક પણ બોલાવી છે.
PM Shri @narendramodi will address the nation on 19th March 2020 at 8 PM, during which he will talk about issues relating to COVID-19 and the efforts to combat it.
— PMO India (@PMOIndia) March 18, 2020
કોરોના વાયરસને કારણે સીબીએસઈની પરીક્ષા રદ્દ
કોરોના વાયરસને કારણે માનવ સંસાધન મંત્રાલયે 19 માર્ચથી 31 માર્ચ સુધી યોજાનારી ધોરણ- 10 અને ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે આ પરીક્ષા 31 માર્ચ બાદ લેવાશે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓની વધતી સંખ્યા રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી પીડિત લોકોની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. આ સાથે મુંબઈમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 8 થઈ ગઈ છે. 43 દર્દીઓમાં 40 ભારતીય છે અને ત્રણ વિદેશી છે. મહત્વનું છે કે મુંબઈમાં મંગળવારે એક વ્યક્તિનું મોત થયું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે