PM Modi in Rajya Sabha: વિકાસની જગ્યાએ વિભાજનને પસંદ કરી રહ્યો છે વિપક્ષ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા અનેક મુદ્દે જવાબો આપ્યા હતા.

PM Modi in Rajya Sabha: વિકાસની જગ્યાએ વિભાજનને પસંદ કરી રહ્યો છે વિપક્ષ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાના જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી જમ્મૂ-કાશ્મીર, આર્ટિકલ 370, સીએએ, એનપીઆર, ઇકોનોમી સહિતના મુદ્દે જવાબો આપ્યા હતા. આ સાથે પીએમ મોદીએ અનેક મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યાં હતા. ખાસ કરીને કોંગ્રેસ પીએમના નિશાન પર રહી હતી. મહત્વનું છે કે આ પહેલા આજે બપોરે પીએમ મોદીએ લોકસભામાં પણ સંબોધન કર્યું હતું.

- આ દાયકામાં વિશ્વને ભારત પાસે મોટી અપેક્ષાઓ છે અને ભારતીયને આપણી પાસે ખુબ અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓની પૂર્તિ માટે આપણા બધાના પ્રયાસ 130 કરોડ ભારતવાસિઓની આકંક્ષાઓને અનુરૂપ થવા જોઈએઃ પીએમ મોદી 

- કોંગ્રેસ અને તેના સાથે આ દેશના રાષ્ટ્ર નિર્માતાઓને પણ મતબેન્કની રાજનીતિના કારણે ભૂલવા લાગ્યા છે, આ ચિંતાનો વિષય છે. 

- હવે તમે તેને પણ કમ્યુનલ કહી દેશો, તેને પણ તમે ડિવાડર કહી દેશો. આ નિવેદન શાસ્ત્રીજીએ સંસદમાં 3 એપ્રિલ 1964ના આપ્યું હતું. 

- 'જ્યાં સુધી ઈસ્ટ પાકિસ્તાનનો સંબંધ છે, તેનો આ નિર્ણય ખ્યાલ હોય છે કે જ્યાંથી નોન મુસ્લિમ જેટલા છે, બધાને કાઢી દેવામાં આવે, તે એક ઇસ્લામિક સ્ટેટ છે, ઇસ્લામિક સ્ટેટના નાતે તે વિચારે છે કે ત્યાં ઇસ્લામને માનનારા જ રહી શકે છે. બિન મુસ્લિમ લોકો રહી શકતા નથી. ત્યાંથી હિન્દુ-ઈસાઈને કાઢવામાં આવી રહ્યાં છે. બૌદ્ધને પણ ત્યાંથી કાઢવામાં આવી રહ્યાં છે.' આ શબ્દ તે મહાપુરૂષના છે જે દેશના પ્રિય વડાપ્રધાન રહ્યાં છે, આ શ્રદ્વેય લાલ બહાદુર શાસ્ત્રી જીના છે.

- 2003માં લોકસભામાં Citizenship Amendment Bill રજૂ કરવામાં આવ્યું. Citizenship Amendment Bill 2003 પર જે Standing Committee of Parliamentએ ચર્ચા કરી અને પછી તેને આગળ વધાર્યું, તે કમિટીમાં કોંગ્રેસના અનેક સભ્ય આજે પણ અહીં બેઠા છે. 

- પાકિસ્તાનના હિન્દુ ભલે ગમે ત્યાંના નાગરિક હોય, તેની રક્ષા કરવી આપણું એટલું જ કર્તવ્ય છે, જેટલું હિન્દુસ્તાનના કોઈપણ હિન્દુ કે મુસલમાનનું. આપણા સમાજવાદી સાથી અમને માને કે ન માને, હવે લોહિયા જીને નકારવાનું કામ ન કરે. 

- રામ મનોહર લોહિયા જીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનના મુસલમાન જીવે અને પાકિસ્તાનના હિન્દુ જીવે. હું તે વાતને બિલ્કુલ ઠુકરાવું છું કે પાકિસ્તાનના હિન્દુ, પાકિસ્તાનના નાગરિક છે તેથી આપણે તેની ચિંતા કરવાની નથી. 

- સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) પર કોંગ્રેસને નિશાન પર લેતા પીએમ મોદીએ કહ્યું- કેમ તે સમય કોંગ્રેસે પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓના વિષયમાં નોન મુસ્લિમની જગ્યાએ આવતા તમામ લોકો લખ્યું?

- પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસની મજબૂરી સમજી શકાય છે, પરંતુ કેરલના લેફ્ટ ફ્રન્ટ વિશે અમારા મિત્રોએ સમજવું જોઈએ કે કેરલના મુખ્યપ્રધાને પ્રદર્શનકારીઓ પર આકરી કાર્યવાહી કરવાની વાત કરી છે. 

- વિપક્ષના જે લોકો પહેલા સાયલેન્ટ હતા તે આજે વાયલેન્ટ છે. 

- 24 કલાક અલ્પસંખ્યકોની વાત કરતા રહો છો. પરંતુ ભૂતકાળની ભૂલને કારણે પાડોસમાં જે અલ્પસંખ્યક બની ગયા તેની પીડા તમને કેમ અનુભવાતી નથી.

- પીએમ મોદીએ કહ્યું કે, સીએએને લઈને જે પણ કહેવામાં આવી રહ્યું છે, તેને લઈને તમામ સાથીઓએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ. દેશને misinform કરવા અને misguide કરવાની પ્રવૃત્તિને આપણે રોકવી જોઈએ. 

- ગૃહમાં સીએએ પર ચર્ચા થઈ છે. અહીં વારંવાર તે જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે અનેક ભાગમાં પ્રદર્શનના નામ પર અરાજકતા ફેલાવવામાં આવી, જે હિંસા થઈ, તેને આંદોલનનો અધિકાર માની લેવામાં આવ્યો. 

- નાગરિકતા સંશોધિત કાયદા (સીએએ) પર બોલતા પીએમ મોદીએ કહ્યું- બંધારણનું નામ આપીને અલોકતાંત્રિક ગતિવિધિઓ કરવામાં આવી. પ્રદર્શનના નામ પર અરાજકતા ફેલાવવામાં આવી. 

- પીએમ મોદીએ કહ્યું, અમે મૂળભૂત સુવિધાની સમસ્યાઓના સમાધાનને 10 ટકા પૂરા કરવાની દિશામાં જવાનો પ્રયાસ કર્યો છે. 

- પીએમ મોદીએ કહ્યું, આપણા આદિવાસી બાળકોમાં ઘણા હોશિયાર બાળકો હોય છે, પરંતુ તક હોતી નથી. અમે એકલવ્ય સ્કૂલો દ્વારા આવા બાળકોને તક આપવાનું કામ કર્યું છે. 

- પીએમ મોદીએ કહ્યું ઉડાન યોજના હેઠળ, અમે હાલમાં ભારતમાં 250મો માર્ગ પૂરો કર્યો છે. પરિવર્તનની ગતિ ખગોળીય રહી છે. અમારી પાસે 65 સંચાલિત એરપોર્ટ હતા અને આજે અમારી પાસે 100થી વધુ છે. અમે માત્ર સરકારને બદલી નથી, અમે દ્રષ્ટિકોણ અને કાર્ય કરવાની રીત પણ બદલી છે. 

- પીએમ મોદીએ કહ્યું, અમારા માટે તમામ ઘરો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવું તે પણ એક મિશન છે. 

- જો અમે પરિવર્તનની વાત કરીએ છીએ, તો ક્યારેક કહેવામાં આવતું હતું કે વારંવાર ફેરફાર કેમ? આપણા મહાપુરૂષોએ આટલું મહાન બંધારણ આપ્યું, તેમાં પણ તેમણે સુધારની વ્યવસ્થા રાખી છે. દરેક વ્યવસ્થામાં સુધારનું હંમેશા સ્વાગત થવું જોઈએ. 

- પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના સીએમના રૂપમાં મેં તત્કાલીન નાણાપ્રધાન પ્રણવ મુખર્જીને કહ્યું હતું કે, તે જીએસટી લાગૂ કરતા પહેલા વિનિર્માણ રાજ્યોની ચિંતાઓને દૂર કરે. અરૂણ જેટલીએ જીએસટી લાગૂ કરતા પહેલા આ ચિંતાને સંબોધિત કરી. પીએમના રૂપમાં મેં તે મુદ્દાનો હલ કર્યો જે મેં સીએમના રૂપમાં ઉઠાવ્યા હતા. 

- પીએમ મોદીએ કહ્યું, કોઈપણ દેશ નાના વિચારથી આગળ ન વધી શકે, આપણી યુવા પેઢી આપણી પાસે અપેક્ષા કરે છે કે આપણે મોટું વિચાર્યે, દૂરનું વિચાર્યે, વધુ વિચાર્યે અને વધુ તાકાત સાથે આગળ વધીએ. આ મૂળ મંત્રીને લઈને અમે દેશને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. 

- પીએમ મોદીએ કહ્યું- આજે નાના સ્થાનો પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન સૌથી વધુ જોવા મળી રહ્યાં છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પણ ટિયર-2, ટિયર-3 શહેર આગળ વધી રહ્યાં છે. 

- GST ભારતના ફેડરલ સ્ટ્રક્ચરની એક સૌથી મોટી સિદ્ધિ છે. હવે રાજ્યની ભાવનાઓ તેમાં પ્રગટ થાય છે. અમારો મત છે કે જ્યાં સમયાનુસાર પરિવર્તનની જરૂરીયાત છે, પરિવર્તન કરવા જોઈએ. 

- પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના સીએમના રૂપમાં મેં તત્કાલીન નાણાપ્રધાન પ્રણવ મુખર્જીને કહ્યું હતું કે, તે જીએસટી લાગૂ કરતા પહેલા વિનિર્માણ રાજ્યોની ચિંતાઓને દૂર કરે. અરૂણ જેટલીએ જીએસટી લાગૂ કરતા પહેલા આ ચિંતાને સંબોધિત કરી. પીએમના રૂપમાં મેં તે મુદ્દાનો હલ કર્યો જે મેં સીએમના રૂપમાં ઉઠાવ્યા હતા. 

- જીએસટીને લઈને જો આટલું જ્ઞાન તમારી પાસે હતું કો તેને લટકાવી કેમ રાખ્યું હતું- પીએમ મોદી 

- ભારતે ભારતની નજરથી પ્રવાસનનો વિકાસ કરવો જોઈએ, પશ્ચિમની નજરથી નહીં- પીએમ મોદી

- પીએમ મોદીએ કહ્યું, અહીં અર્થવ્યવસ્થાના વિષયમાં ચર્ચા થઈ. દેશમાં નિરાશ થવાનું કોઈ કારણ નથી. અર્થવ્યવસ્થાના જે પાયાના માપદંડ છે, તેમાં આજે પણ દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે, મજબૂત છે અને આગળ વધવાની શક્તિ ધરાવે છે. 

- નિરાશા દેશનું ભલું ક્યારેય ન કરી શકે, તેથી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાતનું સુખદ પરિણામ તે થયું કે જે વિરોધ કરે છે, તેણે પણ 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરવી પડે છે. માનસિકતા તો બદલી છે આપણે. દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે, મજબૂત છે અને આગળ વધવાની શક્તિ ધરાવે છે. 

- બ્રૂ શરણાર્થીઓની સ્થિતિ ખુબ દમનીય હતી. તેમ છતાં પણ જે પાર્ટીએ પૂર્વોત્તરના મોટા ભાગ પર દાયકા સુધી રાજ કર્યું અને દાયકાથી ત્રિપુરામાં રાજ કરનારી પાર્ટીએ આ સમસ્યા વિશે કંઇ ન કર્યું. આ અમારી સરકાર હતી જેથી મોટી સમસ્યાનો હલ કરવાનું સન્માન મળ્યું. 

- પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત છે અને તે ભારતના વિકાસના રોડના એક મુખ્ય સભ્ય છે. 40-50 વર્ષોથી, આ ક્ષેત્રમાં હિંસક વિરોધ અને બંધ ચાલી રહ્યું હતું. આજે આ વિરોધ પ્રદર્શન અટકી ગયું છે અને અમે એક સાથે આગળ વધી રહ્યાં છીએઃ પીએમ મોદી 

- માત્ર 18 મહિનામાં જમ્મૂ-કાશ્મીરમાં દોઢ લાખ વૃદ્ધો અને દિવ્યાંગોને પેન્શન યોજના સાથે જોડવામાં આવ્યા છે. 

- જમ્મૂ-કાશ્મીરમાં પીએમ આવાસ યોજના હેઠળ માર્ચ 2018 સુધી માત્ર 3.5 હજાર મકાન બન્યા હતા. 2 વર્ષથી પણ ઓછા સમયમાં આ યોજના હેઠળ 24 હજારથી વધુ મકાન બન્યા છે. 

- હવે જમ્મૂ-કાશ્મીરમાં પીએમ પેકેજ સહિત અન્ય ઘણી યોજનાઓને ઝડપથી ાગળ વધારવામાં આવી રહી છે. 

- પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ પોલીસ અને સેના મળીને નિર્ણાયક કાર્યવાહી કરી રહી છે. 

- વાઇકો જીએ કહ્યું કે, 5 ઓગસ્ટ 2019ના જમ્મૂ-કાશ્મીર માટે કાળો દિવસ છે, હું કહું છું કે 5 ઓગસ્ટ જમ્મૂ-કાશ્મીરમાં આતંક અને અલગાવવાદને પ્રોત્સાહન આપનાર માટે કાળો દિવસ સાબિત થઈ ચુક્યો છે. 

- જૂના કારનામા એટલી જલદી લોકો ભૂલતા નથી. જ્યારે તેલંગણા બન્યું, તો આ ગૃહની શું સ્થિતિ હતી? દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, ટીવીનું ટેલીકાસ્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. ચર્ચાનું તો કોઈ સ્થાન ન હતું અને જે સ્થિતિમાં તે પાસ કરવામાં આવ્યું, કોઈ ભૂલી શકે નહિઃ પીએમ મોદી 

- પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરના પોલીસકર્મી તથા કન્યાકુમારી કે અંડમાન નિકોબાર ફરવા જઈ શકે છે. પ્રથમવાર ગ્રામ પંચાયત માટે શાંતિપૂર્ણ મતદાન થયું. 18 મહિનામાં 2.5 લાખ શૌચાલયનું નિર્માણ થયું. 18 મહિનામાં 3.5 લાખ લોકોને આયુષ્માન ભારતના ગોલ્ડ કાર્ડ આપવામાં આવી ચુક્યા છે. 

- જમ્મૂ-કાશ્મીરમાં પ્રથમવાર લોકોને અનામત મળી. પ્રથમવાર મહિલાઓને તે અધિકાર મળ્યો કે જો તે જમ્મૂ-કાશ્મીર બહાર લગ્ન કરે છે તો તેની સંપત્તિ છીનવી લેવામાં આવશે નહીં. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં રેરાની રચના થઈ. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં એન્ટી કરપ્શન એજન્સીની રચના થઈ. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદને સરહદ પારથી મળી રહેલા ફન્ડિંગ પર નિયંત્રણ આવ્યું. 

- એક સાંસદે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરનો નિર્ણય કોઈપણ ચર્ચા વગર થયો. આ અવલોકન સાચું નથી. દેશે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી. સાંસદોએ નિર્ણયના પક્ષમાં મતદાન કર્યું. 

- પાછલું સત્ર ખુબ સારૂ રહ્યું. પરંતુ નવા દાયકા પર નવા કલેવરની મારી આશાને નિરાશા હાથ લાગી. એવું લાગી રહ્યું છે કે તમે લોકો એક જગ્યાએ અટકી ગયા છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news