PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત શ્રીલંકાની સાથે દરેક સમયે ઉભુ છે અને સંકટની આ ઘડીમાં તેની દરેક મદદ માટે તૈયાર છે

PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

શ્રીલંકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં રેલીને સંબોધિત કરતા શ્રીલંકામા થયેલા ભયાનક વિસ્ફોટની નિંદા કરી. આ અંગે ત્યાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા અપાયેલા એક નિવેદન અનુસાર, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની સાથે પોતાની વાતચીત દરમિયાન મોદીએ ધાર્મિક સ્થળો પર થયેલા તબક્કાવાર વિસ્ફોટની આકરા શબ્દોમાં નિંદા કરી છે. 

— ANI (@ANI) April 21, 2019

હુમલાને નિર્મમ અને પૂર્વ આયોજીત ધ્રુણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને મોદીએ કહ્યું કે, આ હુમલો એકવાર ફરીથી આ ક્ષેત્ર અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ દ્વારા માનતવા સામે મુકાયેલા ગંભીર પડકારોને દર્શાવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાને એકવાર ફરીથી આતંકવાદ જેવા પડકારોથી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રીલંકાને દરેક શક્ય મદદ અને સહાયતા આપવા માટેની રજુઆત કરી છે. 

વડાપ્રધાને ટ્વીટ કર્યું શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટોની નિંદા કરુ છું
વડાપ્રધાને ઘાયલોને ઝડપથી સ્વસ્થય થવાની કામના કરી અને સારવાર માટે જરૂરી સહાયતામાં મદદની રજુઆત કરી. વિસ્ફોટની નિંદા કરતા મોદીએ કહ્યું કે, ક્ષેત્રમાં ક્રુરતાનું કોઇ સ્થાન નથી અને ભારત આ દ્વીપીય રાષ્ટ્રની જનતા સાથે છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટોની નિંદા કરુ છું. 

અમારા ક્ષેત્રમાં આ પ્રકારની ક્રુરતા માટે કોઇ જ સ્થાન નથી. મોદીએ કહ્યું કે, મરાયેલા લોકોનાં પરિવારજનોનાં પ્રતિ અમારી સંવેદના છે તથા ઘાયલો માટે અમારી પ્રાર્થના છે. મોદીએ ત્યાર બાદ રાજસ્થાનના ચિતોડગઢમાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે, શ્રીલંકામાં આતંકવાદીઓ દ્વારા અનેક નિર્દોષ લોકોની હત્યા કરી દેવાઇ. આ સમયે તેઓ ચર્ચામાં પ્રાર્થના કરી રહ્યા હતા અને ઇસ્ટર મનાવી રહ્યા હતા. 

આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોનાં જીવ લઇ લીધો. હું પોતાની સંવેદના વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે, ભારત શ્રીલંકાની સાથે ઉભા છીએ અને સંકટની આ ઘડીમાં તેમની દરેક મદદ માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news