જૈન મુનિ તરુણ સાગરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું-તેમની શિક્ષા લોકોને આપતી રહેશે પ્રેરણા

જૈન મુનિ તરુણ સાગરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તેમની મહાન શિક્ષા લોકોને હંમેશા પ્રેરણા આપતી રહેશે. 

જૈન મુનિ તરુણ સાગરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું-તેમની શિક્ષા લોકોને આપતી રહેશે પ્રેરણા

નવી દિલ્હી: જૈન મુનિ તરુણ સાગરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તેમની મહાન શિક્ષા લોકોને હંમેશા પ્રેરણા આપતી રહેશે. તેમણે કહ્યું કે મને જૈન મુનિ તરુણ સાગરજી મહારાજના અસામયિક નિધનથી ખુબ દુ:ખ થયું. આપણે તેમને હંમેશા તેમના મોટા, આદર્શો, કરુણા અને સમાજમાં અપાયેલા તેમના યોગદાન માટે યાદ કરીશું. 

પીએમ મોદીએ કહ્યું કે તેમના દ્વારા અપાયેલી મહાન શિક્ષા લોકોને સતત પ્રેરણા આપતી રહેશે. મારા વિચાર જૈન સમુદાય અને તેમના અગણિત શિષ્યો સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન મુનિ તરુણ સાગરને યાદ કરીને તેમની સાથેની પોતાની એક તસવીર પણ ટ્વિટ કરી. 

— Narendra Modi (@narendramodi) September 1, 2018

ગત 20 દિવસોથી બીમાર રહેલા જૈન મુનિ તરુણ સાગરનું 51 વર્ષની વયે શનિવારે નિધન થયું. તેમની હાલત છેલ્લા બે દિવસથી ગંભીર હતી. 20 દિવસ પહેલા તેમને કમળો થયો હતો. ત્યારબાદ તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર માટે તેમણે ના પાડી દીધી અને ત્યારબાદ તેમણે રાધાપુર જૈન મંદિર ચાતુર્માસ જવાનો નિર્ણય લીધો હતો. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ગુરુ પુષ્પાદંત સાગર મહારાજજીની સ્વીકૃતિ બાદથી સંલેખના કરી રહ્યાં હતાં. શુક્રવારે મોડી રાતે 3 વાગે તેમનું નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગે કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ જૈન મુનિના આવાસ પર સવારથી જ અંતિમ દર્શન માટે પહોંચી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news