અમદાવાદઃ BRTS-AMTSના મુસાફરોને એક મહિના સુધી ફ્રી મળશે જનમિત્ર કાર્ડ

શુક્રવારે કોર્પોરેશને જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરથી એક મહિના સુધી જનમિત્ર કાર્ડ મફત મળશે. આ એક મહિના દરમિયાન કાર્ડનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. 
 

 અમદાવાદઃ BRTS-AMTSના મુસાફરોને એક મહિના સુધી ફ્રી મળશે જનમિત્ર કાર્ડ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેશલેસ વ્યવહારો કરવાની દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે. જેથી કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા પેસેન્જર્સો માટે જનમિત્ર કાર્ડ ફરજીયાત રાખવામાં આવશે નહીં. શુક્રવારે કોર્પોરેશને જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરથી એક મહિના સુધી જનમિત્ર કાર્ડ મફત મળશે. આ એક મહિના દરમિયાન કાર્ડનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. 

અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, હાલમાં વ્યક્તિના નામ સાથે કાર્ડની કિંમત 75 છે અને નામ વગરના કાર્ડની કિંમત 50 રૂપિયા હતી. એક મહિના સુધી તેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હવેથી જનમિત્ર કાર્ડ અને રોકડા બંને દ્વારા પ્રવાસ કરી શકાશે. હાલ બીઆરટીએસના સ્ટેન્ડ, સિવિક સેન્ટરો, આઇસીઆઇસીઆઇ બેંકની બ્રાન્ચો અને એએમટીએસના નક્કી કરેલા બસ સ્ટેન્ડ્સ સહિત 350 જગ્યાએથી કાર્ડ મળે છે.

મનપાના માથે ટ્રાન્ઝેક્શન ચાર્જ
બેન્કનો ટ્રાન્ઝેક્શન ચાર્જ અમદાવાદ કોર્પોરેશન ભોગવશે અને બીઆરટીએસના ભાડામાં 10 ટકા રિબેટ આપશે. કોર્પોરેશને કહ્યું કે, બેન્ક દ્વારા લાગુ કરવામાં આવેલો 1.9 ટકા ચાર્જ તે ભોગવશે. 

અમદાવાદ મનપાના કમિશનરે જણાવ્યું કે, એએમસીએ બેન્ક સાથે વાત કરી છે અને એક મહિનાની ફી રદ્દ કરાવી છે. જે મુસાફરો જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરશે તેને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓને 40 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news