હીટ સ્ટ્રોક ન બને ખતરો, એક્ટિવ થઈ ગઈ સરકાર, ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે રાજ્યોને એડવાઇઝરી
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આ વખતે ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ હવામાન વિભાગે આ વર્ષે ભીષણ ગરમીની ચેતવણી જાહેર કરી છે. તેને લઈને કેન્દ્ર સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે બેઠક યોજી હતી. તેમાં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યાં હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવાનું કહ્યું છે.
બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું- આઈએમડીએ આ વર્ષ માટે અલ-નીનોની ભવિષ્યવાણી કરી છે અને તેથી આ વર્ષે હીટવેવની સંભાવના વધુ છે. આઈએમડીએ કહ્યું કે ગરમીમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે અને હીટવેટને કારણે હીટ સ્ટ્રોક ન થાય, તેનાથી બચવા માટે મેં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી અને રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવાનું કહ્યું છે.
#WATCH | Delhi: Union Minister of Health & Family Welfare, Mansukh Mandaviya says, "IMD has predicted El-Nino for this year and hence the probability of heat wave is higher this year. IMD has said that the summer temperature will be higher than usual, this summer. This year is an… https://t.co/8VS1pur1aI pic.twitter.com/2FeCexUNUs
— ANI (@ANI) April 3, 2024
હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ બંગાળના જિલ્લામાં 6 એપ્રિલ સુધી લૂની ચેતવણી જાહેર કરી હતી. હવામાન કાર્યાલયે પશ્ચિમ બંગાળના જિલ્લામાં આગામી કેટલાક દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસના વધારાની ચેતવણી આપી છે. દેશભરમાં એપ્રિલથી જૂન સુધી અતિ ગરમી પડવાની આશંકા છે, જેની મધ્ય અને પશ્ચિમી ઉપદ્વીપો પર ગંભીર અસર પડશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તે માટે દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોક ગરમીથી થનારી સૌથી ગંભીર બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત કરી શકતું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દર વર્ષે ગરમીમાં જે તાપમાન રહે છે આ વર્ષે તે વધુ રહેવાનું અનુમાન છે. તેને જોતા જનતાને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે તમે જ્યારે ચૂંટણી અભિયાનમાં આવો તો પાણી પીતા રહો સાથે પાણીની બોટલ રાખો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે લોકોએ સમય-સમય પર પાણી પીવાની સાથે જ્યુસનું પણ સેવન કરવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ગરમીની સીઝનમાં મળતા ફળ ખાય શકાય છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં ગરમીનો સૌથી ખરાબ પ્રભાવ પડવાની આશંકા છે. એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ઘણઆ વિસ્તારમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગ અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગને છોડીને, જ્યાં સામાન્યથી નીચે મહત્તમ તાપમાન હોવાનું અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે