ન્યાયિક પ્રક્રિયા મોંઘી, ગરીબ માણસનું સુપ્રીમ-HC સુધી પહોંચવું મુશ્કેલ બન્યું: રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા ખુબ મોંઘી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, "ગરીબ માણસ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)  કે હાઈકોર્ટ સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં આપણે દેશના લોકોને સસ્તો અને તત્કાળ ન્યાય પ્રદાન કરવા માટે સામૂહિક પ્રયત્નો કરવા પડશે." 

ન્યાયિક પ્રક્રિયા મોંઘી, ગરીબ માણસનું સુપ્રીમ-HC સુધી પહોંચવું મુશ્કેલ બન્યું: રાષ્ટ્રપતિ

જોધપુર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા ખુબ મોંઘી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, "ગરીબ માણસ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)  કે હાઈકોર્ટ સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં આપણે દેશના લોકોને સસ્તો અને તત્કાળ ન્યાય પ્રદાન કરવા માટે સામૂહિક પ્રયત્નો કરવા પડશે." 

— President of India (@rashtrapatibhvn) December 7, 2019

કોવિંદે શનિવારે અહીં રાજસ્થાન હાઈકોર્ટ (High Court) ની નવી ઈમારતના ઉદ્ધાટનમાં કહ્યું કે "આ ઉપરાંત ગરીબો અને વંચિતોને મફત કાનૂની સહાય પ્રદાન કરવાનો દાયરો પણ વ્યાપક કરવો પડશે." તેમણે રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશોને આગ્રહ કર્યો કે અપાયેલા ચુકાદાઓની જાણકારી હિન્દીમાં ઉપલબ્ધ કરાવો. તેમણે કહ્યું કે ઉચ્ચ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ નવ ભાષાઓમાં પોતાના ચુકાદાઓ અંગે જાણકારી આપે છે. 

— President of India (@rashtrapatibhvn) December 7, 2019

હવે સ્થિતિ બદલાઈ ગઈ
રાષ્ટ્રપતિએ કહ્યું કે સત્ય આપણા ગણતંત્રનો પાયો રચે છે અને બંધારણે ન્યાયપાલિકાને સત્યની રક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે, "એવી સ્થિતિમાં ન્યાયપાલિકાની જવાબદારી વધી જાય છે. આપણા દેશમાં ભૂતકાળમાં રાજાઓ અને બાદશાહો પાસે ન્યાય મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ તેમના નિવાસ સ્થાનની બહાર ઘંટી વગાડી શકતો હતો અને ન્યાય મેળવી શકતો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે."

સસ્તા ન્યાય સુધી પહોંચ બને
રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ન્યાયિક પ્રણાલી ખુબ મોંઘી થઈ ગઈ છે. દેશના કોઈ પણ ગરીબ વ્યક્તિ માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની પહોંચ સ્થાપવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં આપણા બધાની જવાબદારી છે કે દેશના પ્રત્યેક નાગરિકની સસ્તા ન્યાય સુધી પહોંચ હોય. બધાએ આ દિશામાં પ્રયત્નો કરવા પડશે." 

આ VIDEO પણ ખાસ જુઓ...

બાર અને બેન્ચની ખુબ સમૃદ્ધ પરંપરા
રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટના નવા ભવનને એક સુંદર ડિઝાઈન સાથે પૂરું કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, "જોધપુરમાં બાર અને બેન્ચની ખુબ સમૃદ્ધ પરંપરા છે. આ પરંપરાને આગળ લઈ જવાની જવાબદારી હવે યુવા પેઢી પાસે છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news