Pollution: પ્રદૂષણ પર SC માં સુનાવણી, કોર્ટે કહ્યું- દલીલ જરૂરી નથી, સમસ્યા દૂર થવી જોઈએ

દિલ્હી અને પાડોશી રાજ્યોમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી  થઈ. કેન્દ્ર અને ચાર રાજ્યોએ સુપ્રીમ કોર્ટને પોતાનું સોગંદનામું સોંપ્યુ. કેન્દ્રએ પોતાના સોગંદનામામાં કોર્ટને જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી શકાય નહીં.

Pollution: પ્રદૂષણ પર SC માં સુનાવણી, કોર્ટે કહ્યું- દલીલ જરૂરી નથી, સમસ્યા દૂર થવી જોઈએ

નવી દિલ્હી: દિલ્હી અને પાડોશી રાજ્યોમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી  થઈ. કેન્દ્ર અને ચાર રાજ્યોએ સુપ્રીમ કોર્ટને પોતાનું સોગંદનામું સોંપ્યુ. કેન્દ્રએ પોતાના સોગંદનામામાં કોર્ટને જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી શકાય નહીં. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે વર્ક ફ્રોમ હોમને લાગૂ કરવાની જગ્યાએ તેઓ સરકારી કર્મચારીઓ માટે વાહનોના પ્રદૂષણને ઓછું કરવા વાહન પૂલિંગ સિસ્ટમ લાગૂ કરશે. આ મામલે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે. 

ચીફ જસ્ટિસે કહ્યું કે પ્રદૂષણની રોકથામ માટે કેટલાક જરૂરી પગલા લેવા પડશે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તમે લોકો કહો છો કે પરિવહન મુખ્ય કારણ છે અને અમે જાણીએ છીએ કે મોંઘવારી અને હાઈફાઈ કારો દિલ્હીમાં ચાલે છે, તેને કોણ રોકશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કોઈ આદેશ બહાર પાડી રહ્યા નથી તેનો અર્થ એ ન હોવો જોઈએ કે પ્રદૂષણ રોકવા માટે ઢીલ વર્તવામાં આવે. 

પ્રદૂષણ પર લગામ રોકવા માટે સરકારની એક પેનલે કેટલાક દિશા નિર્દેશ જારી કર્યા છે. જે મુજબ દિલ્હી-NCR ના શિક્ષણ સંસ્થાન આગામી આદેશ સુધી બંધ રહેશે કે પછી ઓનલાઈન ક્લાસ ચાલશે. દિલ્હીમાં 21 નવેમ્બર સુધી જરૂરી સામાનવાળા ટ્રકોની જ એન્ટ્રી થશે બાકી ટ્રકોને દિલ્હીમાં ઘૂસવા દેવાશે નહીં. આ ઉપરાંત એનસીઆરમાં ફક્ત ગેસ આધારિત ઈન્ડસ્ટ્રી ચલાવવા માટે જ મંજૂરી મળશે. દિલ્હીના 300 કિમી રેડિયલના દાયરામાં આવનારા થર્મલ પ્લાન્ટ નિર્ધારિત સમય સુધી ચાલશે નહીં. 21 નવેમ્બર સુધી એનસીઆરમાં નિર્માણ કાર્ય પર રોક લગાવવામાં આવી છે. રેલવે, મેટ્રો, અને એરપોર્ટ પર નિર્માણકાર્યોમાં છૂટ અપાઈ છે. 

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે 10 વર્ષથી વધુ જૂના ડીઝલ કે પેટ્રોલથી ચાલતા કોઈ પણ વાહન રસ્તા પર દોડશે નહીં. કવર કર્યા વગર નિર્માણ સામગ્રી લઈ જવા બદલ ભારે ભરખમ દંડ ફટકારવામાં આવશે. 

SC માં તુષાર મહેતાએ જણાવ્યું કે દિલ્હીની આસપાસ 300 કિલોમીટર રેડિયસની અંદર આવતા કોલસા પર ચાલતા 11 થર્મલ પ્લાન્ટ્સમાંથી ફક્ત 5 કામ કરી રહ્યા છે. અન્યને બંધ કરી દેવાયા છે અને જો જરૂર પડી તો આ દાયરામાંથી બહારના પ્લાન્ટને પણ બંધ કરવામાં આવી શકે છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે તમે તમારા સોગંદનામામાં કહ્યું હતું કે પરાલીના કારણે પ્રદૂષણ ફક્ત 10 ટકા છે બાકી દિલ્હીમાં પ્રદૂષણ અલગ અલગ કારણોસર વધ્યું છે. 

પ્રદૂષણ ઓછું કરવા માટે સૂચનો
1. રસ્તાની સફાઈ અને પાણીનો છંટકાવ
2. દિલ્હી-એનસીઆરના ઈંટના ભઠ્ઠા  બંધ થાય
3. તમામ હોટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશર બંધ કરવામાં આવે
4. જાહેર પરિવહનની સેવાઓને વધારવામાં આવે
5. ડિઝલ જનરેટર સેટનો ઉપયોગ બંધ કરવામાં આવે
6 પાર્કિંગ ચાર્જ 3-4 ગણો વધારવામાં આવે
7. ખુલ્લામાં કોલસા લાકડી બાળવા પર રોક લગાવવામાં આવે
8. રેડિયો, ટીવી પર હેલ્થ એડવાયઝરી અપાય
9. બેજવાબદાર વ્યક્તિ પર ભારે દંડ ફટકારવામાં આવે
10. કોલસા આધારિત વીજળી પ્લાન્ટને બંધ કરવામાં આવે

આ બાજુ પંજાબ સરકારે પોતાના સોગંદનામામાં ફરિયાદ કરી. સરકારનું કહેવું છે કે કેન્દ્ર તેમને સહયોગ કરી રહી નથી. પંજાબ સરકારે કહ્યું કે પંજાબ એવી માંગણી કરે છે કે તેને કેન્દ્ર 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે પરાલી નષ્ટ કરવા માટે પૈસા આપે. પરંતુ કેન્દ્ર સરકાર પૈસા આપતી નથી. હરિયાણા સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું કે તેણે સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી છે. સરકારી અને ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમનું સૂચન અપાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news