હૈદરાબાદની હોટલમાં પોલીસના દરોડા, અભિનેત્રી અને સિંગરની સાથે 144ની અટકાયત, સાંસદનો પુત્ર પણ હતો સામેલ

નાગા બાબૂની પુત્રી અને અભિનેત્રી નિહારિકા કોનિડેલાને હૈદરાબાદ પોલીસે રેવ પાર્ટીમાંથી કસ્ટડીમાં લીધી છે. આ રેવ પાર્ટીમાં અનેક મોટા લોકોના સંતાનો સામેલ હતા. 

હૈદરાબાદની હોટલમાં પોલીસના દરોડા, અભિનેત્રી અને સિંગરની સાથે 144ની અટકાયત, સાંસદનો પુત્ર પણ હતો સામેલ

હૈદરાબાદઃ હૈદરાબાદમાં એક પબમાં પાર્ટી દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં પોલીસે ટોલીવુડ અભિનેતા નાગા બાબૂની પુત્રી અને અભિનેત્રી નિહારિકા કોનિડેલા અને ગાયક રાહુલ સિપ્લીંગજ સહિત 144 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે તેમને એક નક્કી સમય બાદ પાર્ટી કરવાના આરોપમાં કસ્ટડીમાં લીધા છે. પોશ બંજારા હિલ્સમાં રેડિસન બ્લૂ હોટલના પબ પર હૈદરાબાદ સિટી પોલીસની ટાસ્ક ફોર્સના કર્મીઓએ વહેલી સવારે ત્રણ કલાકે દરોડા પાડ્યા હતા. જે પરિસરમાંથી કોકીન અને અન્ય પ્રતિબંધિત પદાર્થ પણ મળી આવ્યા છે. પાર્ટી કરનારમાં આંધ્ર પ્રદેશ પોલીસના એક પૂર્વ ડાયરેક્ટર જનરલની પુત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના એક સાંસદના પુત્ર અને કેટલીક અન્ય પ્રસિદ્ધ હસ્તિઓના બાળકો પણ સામેલ છે.

જ્યારે પોલીસને કોકીનના કેટલાક પેકેટ મળ્યા અને ત્યાં દરોડા પાડ્યા તો પાર્ટી કરનારમાંથી કેટલાકે પેકેટ ફેંકી દીધા. પોલીસ જ્યારે પબમાં હાજર લોકોને બંજારા હિલ્પ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેની પૂછપરછ કરી હતી. તેમાં ગાયક અને તેલુગુ રિયાલિટી શો બિગ બોસના વિજેતા રાહુલ સિપ્લીંગંજ (જે કસ્ટડીમાં લેવામાં આવ્યા લોકોમાં હતો) પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા 'ડ્રગ્સ-ફ્રી હૈદરાબાદ'નો ભાગ હતો. તેણે અભિયાન દરમિયાન એક ગીત ગાયું હતું. 

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 3, 2022

She is one of those present at the Pudding and Wink Pub of Radisson Blu Hotel last night. pic.twitter.com/b6Go43LzAQ

— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) April 3, 2022

આ વચ્ચે નાગા બાબૂએ એક વીડિયો નિવેદનમાં કહ્યુ કે તેમની પુત્રી નિહારિકા ત્યાં હાજર હતી, પરંતુ તેણે કંઈ ખોટુ કર્યુ નથી. તેમણે કહ્યુ કે, પોલીસે સ્પષ્ટ કરી દીધુ કે તેની કોઈ ભૂલ નથી. સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ નાગા બાબૂએ કહ્યુ- અમારી અંતરાત્મા સાફ છે. નાગા બાબૂએ સોશિયલ મીડિયા અને મુખ્યધારાના મીડિયાને નિહારિકા વિશે 'ખોટી અટકળો' ન ફેલાવવાની અપીલ કરી છે. 

કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં પબની 33 મહિલાઓ અને કેટલાક સ્ટાફના સભ્ય સામેલ છે, જે પાર્ટીના સમય બાદ નિયમોનું ઉલ્લંઘન કરવા જોવા મળ્યા હતા. પબ કથિત રીતે પ્રતિબંધિત પદાર્થોની આપૂર્તિ માટે કુખ્યાત થઈ ગયું હતું અને બહારના લોકોને દારૂ પણ આપી રહ્યું હતું, પરંતુ તેની પાસે માત્ર હોટલના મહેમાનોની સેવા કરવાનું લાયસન્સ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news