26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો, જૈશના 5 આતંકીઓ પકડાયા

26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે.

26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો, જૈશના 5 આતંકીઓ પકડાયા

નવી દિલ્હી: 26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે. જેલેટિન રોડ્સ, નાઈટ્રિક એસિડ, જેકેટ્સ,પિસ્તોલ, ગોળા બારૂદ તેમની પાસેથી મળી આવ્યાં છે. અનેક ખતરનાક વિસ્ફોટક તેમની પાસેથી મળી આવ્યાં. જે પાંચ આતંકીઓ પકડાયા છે તેમના નામ એહજાઝ એજાઝ એહમદ શેખ, ઉમર હમીદ શેખ, સાહિલ ફારુક ગોઝરી, નાસિર અહેમદ મીર અને ઈમ્તિયાઝ અહેમદ ચિકલા છે. 

— Press Trust of India (@PTI_News) January 16, 2020

મળતી માહિતી મુજબ આતંકીઓના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કરતા પોલીસે આજે સાંજે હજરતબલ પાસેથી આ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા આતંકીઓ શ્રીનગરમાં 26 જાન્યુઆરીની આસપાસ ફિદાયિન કે આઈઈડી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. આ આતંકીઓ પાસેથી પોલીસે વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો અને અન્ય સામાન જપ્ત કર્યો છે. 

— J&K Police (@JmuKmrPolice) January 16, 2020

વાત જાણે એમ છે કે 8 જાન્યુઆરીના રોજ બપોરે દોઢ વાગ્યે શ્રીનગરના બહારના વિસ્તારમાં હબ્બાક ક્રોસિંગ પાસે એક સંદિગ્ધ આતંકીએ સીઆરપીએફની પોસ્ટ પર ગ્રેનેડ ફેક્યો હતો. ગ્રેનેડ સીઆરપીએફની પોસ્ટ અગાઉ જ રસ્તા પર પડ્યો. હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હતાં. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજથી આતંકીઓ પકડાયા.

જુઓ LIVE TV

11 જાન્યુઆરીના રોજ આતંકીઓ સાથે પકડાયા હતાં ડીએસપી
અત્રે જણાવવાનું કે હાલમાં જ કાશ્મીરના કુલગામમાંથી બે આતંકીઓને સેનાએ પકડ્યા હતાં. આતંકીઓની સાથે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહને પણ અધિકારીઓએ અરેસ્ટ કર્યા હતાં. દેવિન્દર સિંહ આતંકીઓને મદદ કરવાના આરોપમાં પકડાયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news