CISF સમારોહમાં બોલ્યા PM મોદી, 'પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી, આતંકને શરણ આપે છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસે આયોજિત કરાયેલા એક સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. આ માટે તેઓ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં સીઆઈએસએફના 5મા બટાલિયન કેમ્પ પહોંચ્યા છે. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું.

CISF સમારોહમાં બોલ્યા PM મોદી, 'પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી, આતંકને શરણ આપે છે'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસે આયોજિત કરાયેલા એક સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. આ માટે તેઓ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં સીઆઈએસએફના 5મા બટાલિયન કેમ્પ પહોંચ્યા છે. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું. સમારોહના તેઓ મુખ્ય અતિથિ હતાં. પીએમ મોદીએ અહીં સીઆઈએસએફના જવાનોને સન્માનિત પણ કર્યાં. હાલ પીએમ મોદી સીઆઈએસએફના જવાનોને સંબોધન કર્યું.

LIVE: CISF સમારોહમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું-'પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી'

પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી
પીએમ મોદીએ સીઆઈએસએફને 50માં સ્થાપના દિવસ સમારોહની શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશના વીર જવાનોને નમન કર્યું અને પાકિસ્તાન પર નિશાન સાંધતા કહ્યું કે પાડોશી દેશ પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી. તેમણે સ્વર્ણ જયંતીના આ મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવા બદલ સીઆઈએસએફને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે એક સંગઠન તરીકે તમે જે 50 વર્ષ પૂરા કર્યાં તે પ્રશંસનીય ઉપલબ્ધિ છે. સીઆઈએસએફ સાથે જોડાયેલા તમામ લોકોએ રાષ્ટ્રની સંપત્તિને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવા ભારતની નવી અને આધુનિક વ્યવસ્થાઓને સુરક્ષિત કરવા માટે તમે સતત આગળ વધી રહ્યાં છો.  તેમણે કહ્યું કે આતંકનું વરવું રૂપ અલગ અલગ રીતે પ્રગટ થાય ત્યારે તેવામાં દેશની સુરક્ષા પોતાનામાં જ એક મોટો પડકાર છે. અહીં હું તે ઉર્જાને મહેસૂસ કરી શકું છે જે દેશની સુરક્ષા માટે જરૂરી છે. 

પુત્રીઓને અભિનંદન
પીએમ મોદીએ કહ્યું કે સીઆઈએસએફમાં અન્ય કેન્દ્રીય દળોની સરખામણીમાં દીકરીઓની સંખ્યા ઘણી વધુ છે. હું આ માટે તે દીકરીઓ અને તેમના માતા પિતાનું અભિવાદન કરુ છું. તેમણે મેટ્રો અને એરપોર્ટમાં સીઆઈએસએફ સુરક્ષાની વાત કરતા કહ્યું કે એક સંગઠનને સુરક્ષા આપવી, જ્યાં 30 લાખ લોકો આવતા હોય, જ્યાં દરેક ચહેરા અલગ હોય, બધાનો વ્યવહાર અલગ હોય, આ કામ કોઈ વીઆઈપીને સુરક્ષા આપવા કરતા પણ અનેકગણું મોટું કામ છે. 

ખુબ સારી રીતે નિભાવી જવાબદારી
દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યારે માનવતા મુશ્કેલીમાં હોય ત્યારે CISFએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. આફતોના સમયે પણ તમારું યોગદાન હંમેશાથી સરાહનીય રહ્યું છે. કેરળમાં આવેલા પુરમાં તમે રાહત અને બચાવ કામમાં દિવસ રાત એક કરીને હજારો લોકોના જીવ બચાવવામાં મદદ કરી. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન આ અગાઉ ભારત તિબ્બત પોલીસ દળ અને સીમા સુરક્ષા દળના સૈનિકોને પણ આ રીતે મળી ચૂક્યા છે. સીઆઈએસએફના 50માં સ્થાપના દિવસ સમારોહમાં સામેલ થવા માટે તેઓ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી આયોજનના સ્થળે પહોંચશે. અહીં તેઓ સૌપ્રથમ કેમ્પના પરિસરમાં શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પશે.

(શહીદોને આપી શ્રદ્ધાંજલિ)

વડાપ્રધાન મોદીનો અહીં સીઆઈએસએફના જવાનોને સંબોધિન કરવાનો પણ કાર્યક્રમ છે. અધિકારીઓએ જણાવ્યું કે સીઆઈએસએફ પોતાનો 50મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે અને આ એક વિશેષ અવસર છે. આથી વડાપ્રધાને તેમાં સામેલ થવાની હા પાડી છે. અત્રે જણાવવાનું કે ગઈકાલે વડાપ્રધાન મોદી ગ્રેટર નોઈડાની મુલાકાતે હતાં. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની હવાઈ સ્ટ્રાઈક પર પુરાવા માગનારાઓ પર ગઈ કાલે તેમણે આકરા પ્રહારો કર્યા હતાં. તથા મુંબઈ આતંકી હુમલા બાદ આતંકીઓ પરની કાર્યવાહી અને તેમને પહોંચી વળવાના તરીકા સામે પણ પૂર્વની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news