લાલકૃષ્ણ અડવાણીને મળશે 'ભારત રત્ન' સન્માન, PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
પીએમ મોદીએ જણાવ્યું કે મને એ જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી. આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, અડવાણીજીનું ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન છે.
Trending Photos
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. પીએમ મોદીએ પોતે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આપી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
પીએમ મોદીએ જણાવ્યું કે મને એ જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી. આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમનું જીવન જમીન સ્તરે કામ કરવાથી શરૂ થઈને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીનું છે. તેમણે આપણા ગૃહમંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમનો હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અંતરદ્રષ્ટિથી ભરેલો રહ્યો છે.
પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, "જાહેર જીવનમાં અડવાણીજીની દાયકાઓ લાંબી સેવાને પારદર્શકતા તથા અખંડિતતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા તરીકે જાણવામાં આવે છે જેણે રાજનીતિક નૈતિકતામાં એક અનુકરણીય માપદંડો સ્થાપિત કર્યા. તેમણે રાષ્ટ્રીય એક્તા અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનને આગળ વધારવાની દિશામાં શાનદાર પ્રયત્નો કર્યા છે. તેમનું ભારત રત્નથી સન્માનિત થવું એ મારા માટે ખુબ ભાવુક પળ છે. હું તેને હંમેશા મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવા અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી."
Advani Ji’s decades-long service in public life has been marked by an unwavering commitment to transparency and integrity, setting an exemplary standard in political ethics. He has made unparalleled efforts towards furthering national unity and cultural resurgence. The conferring…
— Narendra Modi (@narendramodi) February 3, 2024
ત્રણવાર રહ્યા પાર્ટી અધ્યક્ષ
લાલકૃષ્ણઅડવાી પાર્ટીના એકમાત્ર એવા નેતા રહ્યા કે જે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના બાદથી જ સૌથી વધુ સમય માટે પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા. પહેલીવાર તેઓ 1986થી 1990 સુધી અધ્યક્ષ પદે રહ્યા. ત્યારબાદ 1993થી 1998 સુધી અને પછી 2004થી 2005 સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યા. સાંસદ તરીકે 3 દાયકા જેટલી લાંબી ઈનિંગ રમ્યા બાદ અડવાણી પહેલા ગૃહમંત્રી બન્યા, ત્યારબાદ અટલજીની કેબિનેટમાં નાયબ પ્રધાનમંત્રી (1999-2004) રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે