આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ, PM મોદી કરશે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ

Hologram Statue Of Subhas Chandra Bose: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા ઈન્ડિયા ગેટ પર તે જગ્યાએ લગાવવામાં આવશે જ્યાં ક્યારેક બ્રિટનના રાજા જોર્જ પંચમની મૂર્તિ લાગી હતી.
 

આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ, PM મોદી કરશે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હીઃ Neta Ji Subhas Chandra Bose Statue: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિના અવસર પર ઈન્ડિયા ગેટ  (India Gate) પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું લોકાર્પણ કરશે. આ સાથે પ્રધાનમંત્રી મોદી વ્યક્તિઓ અને સંસ્થાઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં યોગદાનના સન્માનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પુરસ્કાર પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે દેશના મહાન સપૂત સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે આભારના પ્રતીકના રૂપમાં ઈન્ડિયા ગેટ પર તેમની ગ્રેનાઇડની એક પ્રતિમા લગાવવામાં આવશે. 

હાલ લાગશે હોલોગ્રામની પ્રતિમા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઇડની પ્રતિમા બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તે સ્થાન પર તેમની એક હોલોગ્રામની પ્રતિમા લગાવવામાં આવશે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયના ડાયરેક્ટર અદ્વૈત ગડનાયકે કહ્યુ કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર લાગનારી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રસ્તાવિત પ્રતિમા 25 ફુટ ઉંડી હશે અને ગ્રેનાઇટના પથ્થરથી બનેલી હશે. 

नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि।

I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv

— Narendra Modi (@narendramodi) January 23, 2022

જોર્જ પંચમની પ્રતિમા હટ્યા બાદ ખાલી છે છત્રી
ગડનાયક આ પ્રતિમા બનાવી રહ્યાં છે. સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને તે છતરીમાં લગાવવામાં આવશે જ્યાં પહેલા જોર્જ પંચમની મૂર્તિ લાગી હતી. જોર્જ પંચમની પ્રતિમાને 1968માં હટાવી લેવામાં આવી હતી, ત્યારથી તે છતરી ખાલી છે. હોલોગ્રાફિક એક પ્રકારની ડિજિટલ તકનીક છે. આ એક પ્રોજેક્ટરની જેમ કામ કરે છે જેમાં કોઈ વસ્તુને 3D આકાર આપી શકાય છે. 

આ તકનીકથી એવો અનુભવ થાય છે, જેમ સામે દેખાઈ રહેલી વસ્તુ અસલી છે, પરંતુ તે માત્ર એક 3G ડિજિટલ ઇમેજ હોય છે. આ તકનીકના ઉપયોગથી હવે પર્યટક અને દિલ્વીવાસી ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા સ્થાપિત થવા સુધી હોલોગ્રામ દ્વારા નેતાજીની પ્રતિમા ત્યાં હોવાના અનુભવને જોઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news