PMએ સની સાથે શેર કરી તસ્વીર, કહ્યું હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે...
વડાપ્રધાન મોદીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર સની દેઓલ સાથે ફોટો શેર કરતા એક ખુબ જ સુંદર કેપ્શન પણ આપ્યું છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવુડના અઢીકીલોનો હાથ હવે કમલની સાથે જોડાઇ ચુક્યું છે. એક્ટર સની દેઓલે ભાજપનું સભ્યપદ લેવાની સાથે જ હવે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટેની તૈયારી પણ કરી લીધી છે. સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ સની દેઓલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર સની દેઓલ સાથે ફોટો આપતા તેને એક ખુબ જ સુંદર કેપ્શન આપ્યું હતું.
What struck me about @iamsunnydeol is his humility and deep passion for a better India.
Happy to have met him today. We are all rooting for his victory in Gurdaspur!
We both agree- हिन्दुस्तान जिंदाबाद था, है, और रहेगा! pic.twitter.com/o4tcvITy2e
— Chowkidar Narendra Modi (@narendramodi) April 28, 2019
વડાપ્રધાન મોદીએ સની દેઓલ સાથે ફોટો શેર કરતા લખ્યું કે, મારા મગજમાં સૌથીવધારે સની દેઓલનાં મુદ્દે જે વાત ઘર કરવામાં આવી હતી તે દેશને સારો બનાવવા માટે તેમનું પેંશન. આજે તેમને મળીને આનંદ થયો. અમે ગુરદાસપુરથી તેમની જીતની આશા કરે છે. આપણે બંન્ને આ વાત અંગે સંમતી ધરાવીએ છીએ કે હિન્દુસ્તાન જિંદાબાદ હતું, છે અને રહેશે.
PM મોદી માટે કવિતા ગાઈને વખાણ કરનારા નેતાએ ચૂંટણી ટાણે BJPને આપ્યો ઝટકો
વિનોદ ખન્ના લડી ચુક્યા છે ગુરદાસપુરથી ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે, સની દેઓલે આ સીટ પર સીનિયર એક્ટર વિનોદ ખન્ના ચૂંટણી લડી ચુક્યા છે. વિનોદ ખન્નાનાં નિધન બાદ આ સીટ ખાલી છે. પહેલા આ સીટ પર વિનોદ ખન્નાની પત્ની કવિતાએ નામ અંગે ચર્ચા કરી. વિનોદ ખન્ના 1997માં ભાજપમાં જોડાયા હતા અને 1998માં ગુરદાસપુરથી પહેલીવાર ચૂંટણી લડ્યાં અને જીત્યા હતા. 1999 અને 2004ની ચૂંટણીમાં બી.વિનોદ ખન્નાને જીત પ્રાપ્ત થઇ. 2009માં ભલે તેમને સીટ ગુમાવવી પડી પરંતુ 2014માં એકવાર ફરીથી મોદી વિનોદ ખન્ના ગુરદાસપુરથી સાંસદ બન્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે