Coronavirus: PM Modi એ દેશમાં Oxygen ની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, આપ્યા આ નિર્દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી.

Coronavirus: PM Modi એ દેશમાં Oxygen ની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી. પીએમની અધ્યક્ષતામાં આજે સવારે 11:45 વાગે શરૂ થયેલી બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિતતા કરવા માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના ઓફિસર્સ પણ હાજર રહ્યા. અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને દેશમાં લાગેલા ઓક્સિજન પ્લાન્ટ અંગે જાણકારી આપી. 

પ્રધાનમંત્રી મોદીએ આપ્યા આ નિર્દેશ
સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં ઓફિસરોએ પ્રધાનમંત્રી સામે ઓક્સિજનની વ્યવસ્થા ઉપર પણ પ્રેઝન્ટેશન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના પડકારથી સતત અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા. 

ઓક્સિજનની કમી ન હોવી જોઈએ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભલે હાલ કોરોના પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ બેદરકાર બનવાનું નથી. દેશની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી થવી જોઈએ નહીં. 

હોસ્પિટલ સ્ટાફને ટ્રેનિંગ આપવી જરૂરી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટની દેખભાળ અને ઓપરેશન માટે હોસ્પિટલ સ્ટાફને પણ ટ્રેનિંગ સુનિશ્ચિત કરવામાં આવે. ઓક્સિજન પ્લાન્ટનું પરફોર્મન્સ ટ્રેક કરવા માટે એડવાન્સ ટેક્નોલોજી IoT નો ઉપયોગ કરવો જોઈએ. 

તેમણે કહ્યું કે 1500થી વધુ ઓક્સિજન પ્લાન્ટ દેશમાં બનવા જઈ રહ્યા છે. પીએમ કેર્સ ફંડની મદદથી 4 લાખ ઓક્સિજન બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમ બને તેમ જલદી ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવા જોઈએ. 

એક દિવસમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,07,52,950 પર પહોંચ્યો છે. એક દિવસમાં 44,459 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,98,88,284 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,58,727 લોકો સારવાર હેઠળ છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 911 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ 4,05,939 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news