ભારતમાં હારશે કોરોના! PM મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું દરેક સ્થિતી માટે રહો તૈયાર

ભારતમાં દરરોજ કોરોના વાયરસનાં દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધી 34 કેસ સામે આવી ચુક્યા છે, જેમણે દેશવાસીઓની ચિંત વધતી જઇ રહી છે. જેને જોતા વડાપ્રધાન મોદી સતર્ક છે. શુક્રવારે કોરોના વાયરસની વિરુદ્ધ મળીને લડવાની વાત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન વિદેશ મંત્રી એસ.જયશંકર, સ્વાસ્થય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબે અને સંબંધિત વિભાગોના મોટા અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીને જણાવવામાં આવ્યું કે, કોરોનાને અટકાવવા અને સંક્રમીત લોકોની સારવાર માટે દરેક પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં હારશે કોરોના! PM મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું દરેક સ્થિતી માટે રહો તૈયાર

નવી દિલ્હી : ભારતમાં દરરોજ કોરોના વાયરસનાં દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધી 34 કેસ સામે આવી ચુક્યા છે, જેમણે દેશવાસીઓની ચિંત વધતી જઇ રહી છે. જેને જોતા વડાપ્રધાન મોદી સતર્ક છે. શુક્રવારે કોરોના વાયરસની વિરુદ્ધ મળીને લડવાની વાત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન વિદેશ મંત્રી એસ.જયશંકર, સ્વાસ્થય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબે અને સંબંધિત વિભાગોના મોટા અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીને જણાવવામાં આવ્યું કે, કોરોનાને અટકાવવા અને સંક્રમીત લોકોની સારવાર માટે દરેક પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

CBI v/s CBI : મોદીના માનીતા રાકેશ અસ્થાનાને લાંચ કેસમાં મળી ક્લીનચીટ
ફાર્મા વિભાગનાં સચિવે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે, આ સમયે દેશમાં દવાઓનો પુરતો સ્ટોક, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇગ્રીડિએટ્સ સહિત અન્ય ઉપયોગી સામગ્રીઓ કેટલી છે.  કોરોના મુદ્દે યોજાયેલી આ મહત્વની બેઠકમાં તમામ હવાઇ મથકો, બંદર અને અન્ય દેશોને જોડનારા માર્ગો પર નિરંતર સતર્કતા અને નિગરાનીની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધને કોરોના સામે લડવા માટે રાજ્યોની સાથે પ્રભાવી સમન્વયની જરૂરિયાત પર વધારે ભાર આપવામાં આવ્યો હતો. ઇરાન તરફથી ભારતીયોને કાઢવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે પણ વાત કરવામાં આવી.

રામપુરનો ખજાના અને અજાયબી જેવા તાળા કરતા પણ વધુ રોમાંચક માહિતી આવી સામે
બેઠકના અંતમાં વડાપ્રધાન મોદીએ કોરોના મુદ્દે અલગ અલગ મંત્રાલયો તરફથી કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી. સાથે જ તેમણે તમામને જણાવ્યું કે, તેઓ કોરોનાની વિરુદ્ધ લડાઇમાં જરા પણ બેદરકારી ન વરતો અને કોઇ પણ સ્થિતી સામાન્ય કરવા માટે તૈયાર રહે. વડાપ્રધાન મોદીએ સલાહ આપી કે આ સંક્રમણને અટકાવવા માટે જાગૃતી અને સાવધાનીઓ જરૂરી છે. 
તેમણે અધિકારીઓને કહ્યું કે, દેશનાં અલગ અલગ રાજ્યોમાં ખુબ જ મુસ્તૈદી સાથે કોરોના સાથે સંક્રમીત દર્દીઓની ઓળખ કરો અને તેમની સારવાર થતા સુધી તેમને અલગ રાખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે નિષ્ણાંતોના મંતવ્યોને જોતા લોકોને સલાહ આપી કે તેઓ જ્યા સુધી શક્ય હોય સામુહિક સમારંભમાં જવાથી દુર રહો અને શું કરો અને શું ન કરવું તે મુદ્દે પણ જાગૃતી ફેલાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news