Rare Interview: PM મોદીના માતા હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'એક દિવસ તે PM બનશે'
PM Modi Mother Passes Away: આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે આજે અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે.
Trending Photos
Heeraben Modi Death: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે. ત્યારે આજે અને તમને હીરાબા સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વિશે જણાવીશું...
બુધવારે પીએમ મોદીના માતા હીરાબાની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે આજે અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની અને માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો , બા આર્શિવાદ લેવાનું ચૂકતા નહી PM
આ પણ વાંચો: Live Updates: હીરાબાનું નિધન, સેક્ટર-30માં કરાશે અંતિમ સંસ્કાર, PM મોદીએ માતાના પાર્થિવ દેહને કાંધ આપી
આ પણ વાંચો: એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી
કેન્દ્રમાં મોદી સરકારે સમગ્ર વિશ્વમાં આજે ડંકો વગાડી દીધો છે અને ભારતનું નામ ચારેબાજુ ગાજતું કરી મૂક્યું છે. બુધવારે પીએમ મોદીના માતા હીરાબાની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે આજે અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે.
પીએમ મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વહેલી સવારે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં, પીએમ મોદીએ પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.
2019ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર પાછા ફરેલા નરેન્દ્ર મોદીએ 30 મેના રોજ પીએમ તરીકે શપથ લીધા હતા. અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે. હીરાબેને આ આગાહી કરી હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્ણકાલીન મુખ્યમંત્રી પણ બન્યા ન હતા.
હીરાબાને 2002માં ખાતરી હતી કે તેમનો પુત્ર PM બનશે
લગભગ 20 વર્ષ પહેલાં (ડિસેમ્બર 2002), જ્યારે કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય, ત્યારે PM મોદીના માતા હીરાબા એ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો પુત્ર દેશનો 'વડાપ્રધાન' બનશે. ઝી મીડિયાના આર્કાઇવમાં હીરાબાનો એક દુર્લભ ઇન્ટરવ્યૂ છે, જે તે સમયના રિપોર્ટર અને હવે ZEE UPUKના એડિટર દિલીપ તિવારીએ ગુજરાતી બોલતા એક સાથીદારની મદદ લીધી હતી.
હીરાબાની ભવિષ્યવાણી 12 વર્ષ પછી સાચી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાજ્યના મુખ્યમંત્રીના પદે બિરાજમાન હતા. ત્યારે પીએમ મોદીની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. તેમની આગાહી પછીથી સાચી પડી, જ્યારે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
પીએમ મોદી ક્યારેય પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી
હીરાબા એ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકોને ઉછેર્યા. પીએમ મોદી પણ પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નથી. સપ્ટેમ્બર 2015માં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે ટાઉનહોલ સેશન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે