આ એક તસવીરથી અનેક દેશોને થઈ બળતરા, રશિયાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી PM મોદીએ આપ્યો આ સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની શુક્રવારે જે મુલાકાત થઈ તે અનેક રીતે મહત્વપૂર્ણ છે.

આ એક તસવીરથી અનેક દેશોને થઈ બળતરા, રશિયાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી PM મોદીએ આપ્યો આ સંદેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની શુક્રવારે જે મુલાકાત થઈ તે અનેક રીતે મહત્વપૂર્ણ છે. આ મુલાકાત એકબાજુ જ્યાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે થઈ અને બીજું એ કે હાલના દિવસોમાં પીએમ મોદી કોઈ પણ દેશના વિદેશમંત્રીને મળ્યા નથી પણ રશિયાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી. આથી આ મીટિંગથી એ સ્પષ્ટ સંદેશ જાય છે કે ભારત માટે કોઈ પણ સંજોગોમાં રશિયા સાથેના સંબંધ મહત્વપૂર્ણ છે જે જોઈને અમેરિકા જેવા દેશો ચીડાય તે સ્વાભાવિક છે. 

આ નેતાઓની મળવાની આશા ઠગારી નીવડી
બ્રિટન અને ચીનના વિદેશમંત્રી હાલમાં જ ભારત પ્રવાસે આવ્યા હતા. બંને ઈચ્છતા હતા કે પીએમ મોદી સાથે તેઓ મુલાકાત  કરે. પરંતુ એ શક્ય બન્યું નહીં. આ સિવાય અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દલીપ સિંહ પણ પ્રધાનમંત્રી મોદીને મળી શક્યા નહીં. અત્રે ખાસ જણાવવાનું કે પીએમ મોદીની રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાતનો ઉલ્લેખ વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં ક્યાંય ઉલ્લેખ નહતો. જો કે શુક્રવારે બંનેની મુલાકાત થઈ. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં જલદી હિંસા ખતમ કરવાનું આહ્વાન કર્યું. 

વાંગ યીને પણ મળવું હતું, પણ મળ્યો આ જવાબ
પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદન મુજબ રશિયાના વિદેશમંત્રીએ પીએમ મોદીને યુક્રેનની સ્થિતિ સહિત શાંતિ વાર્તા અંગે જાણકારી આપી. અહીં એ વાત ખાસ જાણવા જેવી છે કે ચીનના વિદેશમંત્રી વાંગ યી પણ ભારત પ્રવાસે આવ્યા હતા. તેમનો બે દિવસનો ભારત પ્રવાસ 25 માર્ચે પૂરો થયો હતો. પરંતુ તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ પીએમ મોદીને મળી શક્યા નહીં. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયે યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહનો હવાલો આપીને ચીનના વિદેશમંત્રીને કહ્યું હતું કે મીટિંગ થઈ શકે તેમ નથી. નોંધનીય છે કે કોરોના મહામારી અને ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ બાદ ચીનના કોઈ પણ મંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. 

બ્રિટનના વિદેશમંત્રીને પણ સાંપડી નિરાશા
જે રીતે ચીનના વિદેશમંત્રીએ વિલે મોઢે પાછા ફરવું પડ્યું તે જ પ્રકારે બ્રિટનના વિદેશમંત્રી લિઝ ટ્રસ પણ પીએમ મોદીને મળવાની ઈચ્છા લઈને આવ્યા પણ પૂરી થઈ નહીં. ગુરુવારે યુક્રેન સંકટ પર ટ્રસે  ભારતમાં તેમના સમકક્ષ એસ જયશંકર સાથે વાત કરી. પોતાની શરૂઆતની ટિપ્પણીઓમાં તેમણે કહ્યું કે સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે. આ અગાઉ અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દલીપ સિંહ પણ બુધવારે ભારત પહોંચ્યા હતા. પરંતુ પીએમ મોદી અને દલીપ સિંહની મુલાકાત થઈ શકી નહીં. 

આવા સંજોગોમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પીએમ મોદીની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ રહે છે. જેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news