PM Modi એ યુપીના BJP સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી, ચૂંટણી નહીં પરંતુ આ મુદ્દાઓ પર થઈ વાતચીત

આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુપીના ભાજપ સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી. આ દરમિયાન યુપી ભાજપના લગભગ 40 સાસંદ હાજર રહ્યા.

PM Modi એ યુપીના BJP સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી, ચૂંટણી નહીં પરંતુ આ મુદ્દાઓ પર થઈ વાતચીત

નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુપીના ભાજપ સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી. આ દરમિયાન યુપી ભાજપના લગભગ 40 સાસંદ હાજર રહ્યા. જો કે પ્રધાનમંત્રીએ નાશ્તા પર સાંસદો સાથે પોતાની ચર્ચાને બિનરાજકીય રાખી અને કહ્યું કે ચૂંટણી પર આજે ચર્ચા નહીં કરીએ. આ ચર્ચા દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ હાજર રહ્યા. 

પીએમ મોદીએ સાંસદોને આપ્યા સૂચનો
પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોની સાથે બે ગ્રુપમાં ચર્ચા કરી અને આ દરમિયાન તેમણે સાંસદોને કેટલાક સૂચનો પણ આપ્યા. પીએમ મોદીએ સૂચન આપ્યું કે તમામ સાંસદ પોતાના વરિષ્ઠ લોકોની સાથે  બેસે. તેમની સાથે ચર્ચા કરે અને તેમના અનુભવોનો લાભ લે. તેમની સાથે ફક્ત રાજકીય નહીં, પરંતુ સામાજિક ક્ષેત્રના તેમના અનુભવોથી પણ લાભાન્વિત થવું જોઈએ. 

પીએમ મોદીએ સાંસદો સાથે  કરી આ મુદ્દાઓ પર ચર્ચા
ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો સાથે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સાંસદ ખેલ સ્પર્ધા અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંગે ચર્ચા કરી. પીએમ મોદીએ સાંસદો સાથે તેમના વિસ્તારમાં તેમના દ્વારા કરાયેલા કાર્યો ઉપર પણ ચર્ચા કરી. આ દરમિયાન સાંસદોએ પોત પોતાના અનુભવો શેર કર્યા. પ્રધાનમંત્રીએ સાંસદોને ખેલ સ્પર્ધા આયોજિત કરવાના અનુભવ વિશે પૂછ્યું અને કહ્યું કે તે આગળ પણ ચાલુ રહેવું જોઈએ. 

સાંસદો સાથે ગ્રુપમાં મુલાકાત કરતા રહ્યા પીએમ મોદી
આમ તો સંસદના દરેક સત્ર દરમિયાન પીએમ મોદી અલગ અલગ રાજ્યોના સાંસદો સાથે ગ્રુપમાં મુલાકાત કરતા રહે છે. આ વખતે પણ પીએમ મોદી અત્યાર સુધીમાં દક્ષિણ, પૂર્વોત્તર અને મધ્ય પ્રદેશના સંસદો સાથે નાશ્તા પર મુલાકાત કરી ચૂક્યા છે. આવનારા દિવસોમાં તેઓ અન્ય રાજ્યોના સાંસદો સાથે પણ મુલાકાત કરશે. 

યુપી ચૂંટણી પર ચર્ચા  અંગે અટકળો
પીએમ મોદીની યુપીના સાંસદો સાથે મુલાકાત અગાઉ અટકળો થઈ રહી હતી કે પ્રધાનમંત્રી સાંસદો સાથે યુપી ચૂંટણીને લઈને વાત કરશે અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 

પીએમ મોદી યુપીના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસમાં યુપીના પ્રવાસ પર 18 ડિસેમ્બરે શાહજહાંપુર અને 21 ડિસેમ્બરે પ્રયાગરાજ જશે. ત્યારબાદ પીએમ મોદી 23 ડિસેમ્બરે વારાણસીના પ્રવાસે જશે. જ્યાં અમૂલ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા ઉપરાંત જનસભા પણ સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી 28 ડિસેમ્બરે કાનપુર જશે અને કાનપુર મેટ્રોના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. તથા 23-28 ડિસેમ્બર વચ્ચે પણ પીએમ મોદીનો વધુ એક યુપી પ્રવાસ ફાઈનલ થઈ શકે છે. યુપી વિધાનસભા ચૂંટણીને જોતા પીએમ મોદીના આ પ્રવાસ ખુબ મહત્વના ગણાઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news