PM મોદીએ RBI ની બે નવી યોજના લોન્ચ કરી, જાણો તમને શું થશે ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની બે સ્કીમની શરૂઆત કરી.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની બે સ્કીમની શરૂઆત કરી. રિટેલ ડાયરેક્ટ સ્કીમ (Retail Direct Scheme) અને ઈન્ટિગ્રેટેડ ઓમબડ્સમેન સ્કીમ (Integrated Ombudsman Scheme) શરૂ થવાથી રિટેલ રોકાણકારોને અનેક ફાયદા થશે. આ યોજનાની શરૂઆત કરાવતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના આ પડકારભર્યા કાળખંડમાં નાણા મંત્રાલય, આરબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખુબ પ્રશંસનીય કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે આરબીઆઈ દેશની આશાઓ પર ખરી ઉતરશે. છેલ્લા 6-7 વર્ષોમાં કેન્દ્ર સરકારે નાગરિકોની આકાંક્ષાઓને પૂરી કરવાનું કામ કર્યું છે.
રિટેલ ડાયરેક્ટ સ્કીમથી શું થશે લાભ
રિટેલ ડાયરેક્ટ સ્કીમ(Retail Direct Scheme) દ્વારા સરકારની સિક્યુરિટીઝમાં રિટેલ રોકાણકારોને રોકાણ વધારવા માટે આકર્ષિત કરવામાં મદદ મળશે. આ સ્કીમ હેઠળ રિટેલ રોકાણકારો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલી સિક્યુરિટીઝમાં સીધુ રોકાણ કરી શકશે. રોકાણકારો આરબીઆઈ પાસે સરકારી સિક્યુરિટીઝ એકાઉન્ટ (Government Securities Accounts) ઓનલાઈન ખોલી શકશે. તેના માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.
ઈન્ટીગ્રેટેડ ઓમબડ્સમેન સ્કીમથી શું થશે ફાયદો
ઈન્ટીગ્રેટેડ ઓમબડ્સમેન સ્કીમ (Integrated Ombudsman Scheme) દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ સરળતાથી થશે. આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ નાણાકીય સંસ્થાનો જેમાં બેંક, પેમેન્ટ બેંક સામેલ છે. નાણાકીય સંસ્થાનોની મનમાની વિરુદ્ધ ગ્રાહકો ઈન્ટીગ્રેટેડ ઓમબડ્સમેન સ્કીમ દ્વારા આરબીઆઈ પાસે ફરિયાદ કરી શકશે. વન નેશન વન ઓમબડ્સમેન (One Nation-One Ombudsman) એટલે કે 'એક દેશ એક લોકપાલ' ની મુખ્ય થીમની સાથે તેને શરૂ કરાયું છે. જે હેઠળ એક પોર્ટલ પર એક ઈમેઈલ આઈડી અને એક એડ્રસ દ્વારા ગ્રાહક આરબીઆઈની પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ સિંગલ પોઈન્ટ હશે જ્યાં ગ્રાહક ફરિયાદ કરી શકશે. દસ્તાવેજ જમા કરાવી શકશે અને આ સાથે જ પોાતની ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકશે. આ ઉપરાંત ગ્રાહક ટોલફ્રી નંબર પર ફોન કરીને પોતાની ભાષામાં ફરિયાદ નોંધાવવાની અને નિવારણ કરવા માટે મદદ પણ લઈ શકશે.
રોકાણના દાયરાનો વિસ્તાર થશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, આરબીઆઈએ પણ સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે. આજે જે બે યોજનાઓ લોન્ચ કરાઈ છે, તેનાથી દેશમાં રોકાણના દાયરાનો વિસ્તાર થશે અને કેપિટલ માર્કેટ્સને એક્સેસ કરવું રોકાણકારો માટે વધુ સરળ, વધુ સુવિધાજનક રહેશે. તેમણે કહ્યું કે રિટેલ પ્રત્યક્ષ યોજનામાં, આપણા દેશના નાના રોકાણકારોએ સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરવાની એક સુરક્ષિત અને સરળ રીત શોધી લીધી છે.
આકાર લઈ ચૂક્યું છે એક રાષ્ટ્ર, એક લોકપાલ-પીએમ
પીએમ મોદીએ કહ્યું કે એકીકૃત લોકપાલ યોજના હેઠળ એક રાષ્ટ્ર એક લોકપાલ આકાર લઈ ચૂક્યું છે. એ સુનિશ્ચિત રહેશે કે પ્રત્યેક ગ્રાહક નિવારણ પરેશાનીમુક્ત અને સમયબદ્ધ રીતે થશે. આજે જ્યારે દેશ ડિજિટલ અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે અભૂતપૂર્વ રોકાણ કરી કરી રહ્યું છે, પ્રત્યેક રોકાણકારની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટમાં આપણા મધ્યમ વર્ગ, કર્મચારી, નાના વેપારી, વરિષ્ઠ નાગરિકોને સિક્યુરિટીઝમાં રોકાણ માટે બેંક ઈન્શ્યોરન્સ કે મ્યુચ્યુઅલ ફંડ જેવા રસ્તા અપનાવવા પડતા હતા. હવે તેમને સુરક્ષિત રોકાણનો એક સારો અને ઉત્તમ વિકલ્પ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટર સ્કીમ હેઠળ કોઈ ફંડ મેનેજરની જરૂર નહીં રહે. એક રિટલ પ્રત્યક્ષ ગિલ્ડ ખાતુ ઓનલાઈન ખોલાવી શકાય છે અને સિક્યુરિટીઝને ઓનલાઈન ખરીદી કે વેચી શકાય છે. પગારદારો કે પેન્શનરો માટે સુરક્ષિત રોકાણની આ એક મોટી તક છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં NPAs ને પારદર્શકતા સાથે Recognize કરાઈ. Resolution અને recovery પર ધ્યાન અપાયું. પબ્લિક સેક્ટર બેંકોને Recapitalize કરાઈ. ફાઈનાન્શિયલ સિસ્ટમ અને પબ્લિક સેક્ટર બેંકોમાં એક પછી એક રિફોર્મ્સ કરવામાં આવ્યા. બેંકિંગ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે કો-ઓપરેટિવ બેંકોને પણ આઈપીઆઈના દાયરામાં લાવવામાં આવી. તેનાથી બેંકોની ગવર્નન્સમાં પણ સુધારો થઈ રહ્યો છે અને જે લાખો જમાકર્તા છે તેમની અંદર પણ આ સિસ્ટમ પ્રત્યે વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે