આટલું મોટું સંકટ આવશે તેવું વિચાર્યું નહતું, '2 ગજ દૂરીનું પાલન' કરો: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ એવા લોકો સાથે વાત કરી જેઓ લોકડાઉનના કારણે પોતાના કામકાજ છોડીને ઘરે પાછા ફર્યા છે અને બેરોજગાર થયા છે. જે લોકોએ પોતાનું કામ શરૂ કર્યું છે, પીએમ મોદીએ તેમના ખુબ વખાણ કર્યાં અને તેમનો જુસ્સો વધાર્યો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ એવા લોકો સાથે વાત કરી જેઓ લોકડાઉનના કારણે પોતાના કામકાજ છોડીને ઘરે પાછા ફર્યા છે અને બેરોજગાર થયા છે. જે લોકોએ પોતાનું કામ શરૂ કર્યું છે, પીએમ મોદીએ તેમના ખુબ વખાણ કર્યાં અને તેમનો જુસ્સો વધાર્યો. વધુમાં કહ્યું કે 'આપણે બધાએ પોતાના વ્યક્તિગત જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. આપણા સામાજિક જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. પરંતુ કોઈએ વિચાર્યું નહતું કે સમગ્ર દુનિયા પર એક સાથે આટલું મોટું સંકટ (Corona Virus)આવશે. એવું સંકટ જેમાં લોકો ઈચ્છવા છતાં બીજાની મદદ કરી શક્યા નથી.'
પીએમ મોદીએ કહ્યું કે, 'આજે જ્યારે દુનિયામાં કોરોના આટલું મોટું સંકટ છે ત્યારે ઉત્તર પ્રદેશે જે સાહસ દેખાડ્યું, જે સૂજબૂજ દેખાડી જે સફળતા મેળવી અને જે પ્રકારે કોરોના સામે મોરચો સંભાળ્યો, સ્થિતિ સંભાળી તે અભૂતપૂર્વ છે, પ્રશંસનીય છે.'
તેમણે કહ્યું કે 'મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સીએમ યોગીના નેતૃત્વમાં જે પ્રકારે આફતને અવસરમાં ફેરવવામાં આવી છે, જે પ્રકારે તેઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે દેશના અન્ય રાજ્યોને પણ આ યોજનાથી ઘણું બધુ શીખવા મળશે, તેઓ પણ પ્રેરણા મેળવશે.'
પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ભલે યુપીના ડોક્ટર હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, સફાઈ કર્મચારી હોય, પોલીસકર્મી કે આશા, આંગનવાડી કાર્યકર હોય કે પછી પોસ્ટ ઓફિસના સાથે હોય, પરિવહન વિભાગના સાથી, શ્રમિક સાથી હોય દરેકે પૂરી નિષ્ઠા સાથે પોતાનું યોગદાન આપ્યું છે.'
તેમણે કહ્યું કે 'ઉત્તર પ્રદેશના પ્રયત્નો અને ઉપલબ્ધિઓ એટલા માટે વિરાટ છે કારણ કે તે ફક્ત એક રાજ્ય નથી, પરંતુ ઉત્તરપ્રદેશ દુનિયાના અેક દેશોથી મોટું રાજ્ય છે. આ ઉપલબ્ધિને યુપીના લોકો પોતે મહેસૂસ કરી રહ્યાં છે. પરંતુ તમે જો આંકડા જાણશો તો વધુ સ્તબ્ધ થઈ જશો.'
વધુમાં કહ્યું કે 'આપણે બધાએ પોતાના વ્યક્તિગત જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. આપણા સામાજિક જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. પરંતુ કોઈએ વિચાર્યું નહતું કે સમગ્ર દુનિયા પર એક સાથે આટલું મોટું સંકટ આવશે. એવું સંકટ જેમાં લોકો ઈચ્છવા છતાં બીજાની મદદ કરી શક્યા નથી.' કોરોના પર તેમણે કહ્યું કે તેની એક દવા આપણને ખબર છે. આ દવા છે દો ગજ કી દૂરી. આ દવા છે મોઢું ઢાંકવું, ફેસ કવર કે કપડાંનો ઉપયોગ કરવો. જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન બની જાય ત્યાં સુધી આ દવાથી તેને રોકી શકીશું.
જુઓ LIVE TV
પીએમ મોદીએ કહ્યું કે પિતાના નિધન થવા છતાં સીએમ યોગી કામમાં લાગ્યા છે. સંકટકાળમાં યોગી સરકારે સારું કામ કર્યું અને યુપીએ યુરોપના દેશો કરતા પણ ખુબ સારું કામ કર્યું. તેમણે કહ્યું કે યોગી સરકારે દેશને સંકટથી બચાવ્યું. યુપીમાં કોરોનાથી ફક્ત 600 લોકોના જીવ ગયા. જો બાકી દેશોની સરખામણી કરીએ તો આ આંકડો ખુબ ઓછો છે. કોરોનાથી યોગી સરકારે 85000 લોકોના જીવ બચાવ્યાં. યુપી સરકારે ગરીબોને ફ્રીમાં ભોજન આપ્યું. યોગી સરકારે સ્થિતિની ગંભીરતા સમજી અને યુપીની હોસ્પિટલોમાં એક લાખ બેડની વ્યવસ્થા કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે