15 ઓગસ્ટના PM મોદી કરી શકે છે આ મોટી યોજનાની જાહેરાત, આ દિવસ સુધી રહેશે લાગૂ
Trending Photos
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નિમિત્તે, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાના પ્રાચીરથી પીએમ નરેન્દ્ર મોદીના ભાષણમાં, એક દેશ એક રેશનકાર્ડ યોજનાનો ઉલ્લેખ થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એક દેશ એક રાશનકાર્ડ યોજનાની ડિટેલ પીએમઓ મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ યોજનામાં સામેલ થઇ ગયા છે.
ત્યારે આવતા મહિનામાં જો અન્ય રાજ્ય તેમા સામેલ થવા જઇ રહ્યાં છે તેમાં-
1 સપ્ટેમ્બર- લક્ષદ્વીપ અને લદ્દખ
1 ઓક્ટોબર- તમિલનાડુ, છત્તીસગઢ, દિલ્હી
1 ડિસેમ્બર- મેઘાલય
1 જાન્યુઆરી 2021- પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ
મોદી સરકાર માર્ચ 2021 સુધી આ યોજનાને સંપૂર્ણપર્ણે દેશ (100 ટકા)માં લાગુ કરવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે.
એક દેશ એક રેશનકાર્ડ યોજના અંતર્ગત આધારને લિંક કરી એક જ રેશનકાર્ડ દ્વારા દેશના કોઈપણ ભાગમાં રહીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ અને ચણા લઈ જઇ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે