PM મોદીએ સાંસદો માટેના નવા આવાસનું કર્યું ઉદ્ધાટન, દરેક Flat માં મળશે આ સુવિધાઓ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે 76 ફ્લેટ બનાવવા માટે 218 કરોડ રૂપિયાનું બજેટ રખાયું હતું. જો કે તેમાં 30 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે

PM મોદીએ સાંસદો માટેના નવા આવાસનું કર્યું ઉદ્ધાટન, દરેક Flat માં મળશે આ સુવિધાઓ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશની રાજધાની દિલ્હીમાં સાંસદો માટે બનાવવામાં આવેલા નવા આવાસનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું અને કહ્યું કે અનેક ઈમારતનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયુ અને નિર્ધારિત સમય પહેલા પૂરું થયું. અત્રે જણાવવાનું કે ભગવાન દાસ માર્ગ પર ગંગા જમુના સરસ્વતીના નામથી ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે. જેમાં સાંસદો માટે 76 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. 

બજેટ કરતા 30 કરોડ ઓછા ખર્ચે તૈયાર થયા 76 ફ્લેટ
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે 76 ફ્લેટ બનાવવા માટે 218 કરોડ રૂપિયાનું બજેટ રખાયું હતું. જો કે તેમાં 30 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે. ઉદ્ધાટન સમયે પોતાના સંબોધનમાં ઓમ બિરલાએ મંત્રાલયને આ અંગે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે 'બીડી માર્ગ પર જે ક્ષેત્ર આવાસ છે, જે ત્રણ ટાવરો બનાવવામાં આવ્યા છે તેનું નામ ગંગા, જમુના અને સરસ્વતી રાખવામાં આવ્યું છે. તેના નિર્માણમાં 17 મહિના લાગ્યા અને 188 કરોડ રૂપિયા તેનો કુલ ખર્ચો થયો છે.'

અમારી સરકારમાં થયું અનેક ઈમારતોનું નિર્માણ-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં જનપ્રતિનિધિઓ માટે આવાસની નવી સુવિધા માટે તમને બધાને શુભેચ્છા. આજે આપણા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીનો જન્મ દિવસ પણ છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે અનેક ઈમારતોનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયું અને નિર્ધારિત સમય પહેલા પૂરું પણ થયું. 

તેમણે વધુમાં કહ્યું કે અટલજીના સમયમાં જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી, તેનું નિર્માણ આ સરકારમાં થયું. 23 વર્ષોના લાંબા ઈન્તેજાર બાદ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ આ સરકારમાં થયું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોતનું જીવન આપ્યું છે. તેમની યાદમાં પણ નેશનલ પોલીસ મેમોરિયલનું નિર્માણ આ સરકારમાં થયું. 

બિલ્ડિંગમાં સાંસદોને મળશે તમામ સુવિધાઓ
આ તમામ આવાસ ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ પર આધારિત છે. દરેક ટાવરમાં ચાર લિફ્ટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત બે બાજુ સીડીઓ છે. ગંગા જમુના સરસ્વતીના નામથી તૈયાર થયેલા આ ત્રણેય ટાવરોની સુરક્ષા એકદમ ચુસ્ત છે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. 

આગથી બચાવવા માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. CBWD એ તેનું નિર્માણ કર્યું છે. દરેક ટાવરની ઉપર સોલર પેનલ લગાવવામાં આવી છે. દરેક ટાવરના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. દરેક ફ્લેટમાં પંખા, એસી, સોલર લેમ્પ અને સંપૂર્ણ રીતે સાજ સજાવટ , મોડ્યૂલર કિચન તૈયાર કરવામાં આવ્યા છે. 

સાંસદોના ફ્લેટમાં 4 બેડરૂમ ઉપરાંત ઓફિસ અલગથી બનાવવામાં આવી છે. આ સાથે જ તેમના બે સ્ટાફ માટે અલગ સ્ટાફ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. જેમાં બે બાલકની બે હોલ 4 ટોયલટ પણ સામેલ છે. આ સાથે જ સાંસદોના આવાસમાં પૂજા ઘર પણ અલગથી બનાવવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news