UP, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા... 36 કલાકમાં 4 રાજ્યોનો પ્રવાસ કરશે PM મોદી

પીએમ મોદી બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર રાજ્યોના પાંચ શહેરો રાયપુર, ગોરખપુર, વારાણસી, વારંગલ અને બીકાનેરમાં લગભગ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન 50 હજાર કરોડ રૂપિયાની લગભગ 50 પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કરશે. 

UP, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા... 36 કલાકમાં 4 રાજ્યોનો પ્રવાસ કરશે PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7-8 જુલાઈએ ચાર રાજ્યોના પ્રવાસે હશે. આ ચાર રાજ્ય છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને રાજસ્થાન છે. આ દરમિયાન પીએમ મોદી 36 કલાકની અંદર ચાર રાજ્યોના પાંચ શહેરોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાથી લઈને ઘણી વિકાસ પરિયોજનાની આધારશીલા રાખશે. 

પીએમ મોદી બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર રાજ્યોના પાંચ શહેરો રાયપુર, ગોરખપુર, વારાણસી, વારંગલ અને બીકાનેરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન 50,000 કરોડ રૂપિયાની લગભગ 50 પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. 

છત્તીસગઢથી શરૂ થશે પ્રવાસ
પીએમ મોદી સૌથી પહેલા સાત જુલાઈએ દિલ્હીથી રાયપુરનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ઘણી પરિયોજનાઓની આધારશીલા રાખશે. આ દરમિયાન રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરની છ લેન પરિયોજનાની આધારશીલા રાખવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી ગોરખપુર જશે. જ્યાં દીતા પ્રેસના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. તેઓ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસની આધારશીલા રાખશે. 

સંસદીય ક્ષેત્ર વારાણસી પણ જશે પીએમ મોદી
પીએમ મોદી ગોરખપુરથી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે, જ્યાં ઘણી મુખ્ય પરિયોજનાની આધારશીલા રાખશે. પીએમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શનને સોન નગરથી જોડનાર કોરિડોરને પણ જનતાને સમર્પિત કરશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ-56 (વારાણસી-જૌનપુર) ના ચાર લેનને પહોડો કરવાની યોજનાની આધારશિલા રાખશે. આ સાથે મણિકર્ણિકા ઘાટ અને હરિશચંદ્ર ઘાટના રિનોવેશન કામની આધારશિલા રાખશે. 

વારાણસીથી પહોંચશે તેલંગણા
પીએમ મોદી આઠ જુલાઈએ વારાણસીથી સીધા તેલંગણાના વારંગલ પહોંચશે, જ્યાં તેઓ નાગપુર-વિજયવાડા કોરિડોર સહિત ઘણી પરિયોજનાની આધારશિલા રાખશે. પીએમ એનએચ-563ના કરીમનગર-વારંગલ સેક્શનની પણ આધારશિલા રાખશે. તેઓ વારંગલમાં એક જનસભાને સંબોધિત કરશે. 

પીએમ મોદી વારંગલથી રાજસ્થાનના બીકાનેરનો પ્રવાસ કરશે. જ્યાં અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ અમૃતસર જામનગર એક્સપ્રેસવે પણ જનતાને સમર્પિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news