Live: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને મળ્યા પીએમ મોદી, કહ્યું- દોષીતોને મળશે સજા

PM Modi on Odisha Train Accident: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર છે. 

Live: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને મળ્યા પીએમ મોદી, કહ્યું- દોષીતોને મળશે સજા

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં થયેલ ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. પીએમ મોદી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે. તેમણે ઘટનાસ્થળ પર રવાના થતા પહેલા શનિવારે સવારે એક રિવ્યૂ મીટિંગ કરી હતી. આ દુર્ઘટનાને દેશની સૌથી ભીષણ રેલ દુર્ઘટનામાંથી એક માનવામાં આવી રહી છે. 

Balasore Train Accident: દોષીતોને છોડવામાં નહીં આવે
પીએમ મોદીએ બાલાસોરની હોસ્પિટલમાં પીડિતોને મળ્યા બાદ મીડિયાને કહ્યું- જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ ખુબ દુખદાયક અને સંવેદનાથી પણ ઉપર મનને વિચલિત કરનાર છે. જે પરિવારને ઈજા થઈ છે, તેના માટે સરકાર સારી સ્વાસ્થ્ય સુવિધા માટે કોઈ કસર છોડશે નહીં. સરકાર માટે ઘટના અત્યંત ગંભીર છે. દરેક પ્રકારની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. જે પણ દોષી સાબિત થશે, તેને કડક સજા મળશે, કોઈને છોડવામાં આવશે નહીં. 

— ANI (@ANI) June 3, 2023

Balasore Train Accident: હોસ્પિટલ પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા રેલ દુર્ઘટના બાદ રાજ્યના પ્રવાસે છે. બાલાસોરમાં દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ ઈજાગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણી છે. 

— ANI (@ANI) June 3, 2023

— ANI (@ANI) June 3, 2023

ઘટનાસ્થળ પર અધિકારીઓ પાસે મેળવી વિગત
ઓડિશા રેલ દુર્ઘટનાસ્થળ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે વાતચીત કરી અને જાણકારી લીધી હતી. પીએમ મોદીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાતચીત કરી સમગ્ર માહિતી મેળવી છે. 

કટકની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક કરી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી રેલ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કટકની તે હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. 

— ANI (@ANI) June 3, 2023

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે કોરોમંડળ એક્સપ્રેસ અને બેંગલુરૂ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટાપરથી ઉતરવા તથા એક માલગાડી સાથે ટકરાયા બાદ મોટી રેલ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 261 જેટલા લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news