Motera Stadium માં મેચના સાક્ષી બનવા ક્રિકેટ ચાહકો આતુર, પિંક બોલ ટેસ્ટમાં પિચ બનશે મહત્વપૂર્ણ
અમદાવાદના મોટેરા મેદાનમાં (Motera Stadium) 24 ફેબ્રુઆરીથી રમાનારી પિંક બોલ (Pink Ball Match) ડે-નાઈટ ટેસ્ટ મેચના સાક્ષી બનવા ક્રિકેટ ચાહકો આતુર છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદના મોટેરા મેદાનમાં (Motera Stadium) 24 ફેબ્રુઆરીથી રમાનારી પિંક બોલ (Pink Ball Match) ડે-નાઈટ ટેસ્ટ મેચના સાક્ષી બનવા ક્રિકેટ ચાહકો આતુર છે. સ્વદેશમાં ભારતીય ટીમ કોલકાતા બાદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં (Ahmedabad Motera Stadium) પિંક બોલ ટેસ્ટ રમશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થતી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. અત્યાર સુધી ટેસ્ટ મેચ રેડ બોલથી રમાતી રહી છે. ત્યારે પિંક બોલ ટેસ્ટ મેચમાં રમતમાં શું બદલાવ થાય તે અંગે ZEE 24 કલાકે એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમીના (MS Dhoni Cricket Academy) હેડ કોચ રવિરાજ પાટીલ સાથે વાતચીત કરી હતી.
એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમીના (MS Dhoni Cricket Academy) હેડ કોચ રવિરાજ પાટીલે (Raviraj Patil) કહ્યું કે પિંક બોલ ટેસ્ટ મેચમાં પિચ મહત્વપૂર્ણ બનશે. સામાન્ય રીતે રેડ બોલ ટેસ્ટ મેચમાં સવારે એક કલાક ત્યારબાદ સાંજે એક કલાક સ્વિંગ થાય છે. પરંતુ પીંક બોલ ટેસ્ટ (Pink Ball Test Match) બપોરે 2.30 વાગે શરૂ થશે એટલે સાંજે 5 વાગ્યાથી જેમ જેમ અંધારું વધશે તેમ તેમ બોલમાં સ્વિંગ વધતો જશે. 5 વાગ્યા બાદ હવામાં મોઇસચર વધે છે સાથે જ પિચ પર પણ મોઇસચર વધતા ફાસ્ટ બોલરોને સ્વિંગ મળશે.
ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલ વપરાતા હોવાથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. ભારત માટે ઇંગ્લેન્ડના (India vs Englend) બોલરો એન્ડરસન, આર્ચર અને બ્રોડ પડકારરૂપ બની શકે છે. ભારતના બોલર બુમરાહ પાસેથી ટીમને વિકેટની અપેક્ષા રહેશે, પણ બેટ્સમેનનમાં પુજારા, રહાણે અને કોહલીની (Virat Kohli) વિકેટ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્વિંગ બોલિંગ રમવા સારી ટેક્નિકની જરૂર હોય છે, જે ભારતીય બેટ્સમેન (India) પાસે છે પરંતુ ઇંગ્લેન્ડના (England) અનુભવને જોતા ટેસ્ટ મેચ રોમાંચક બનશે. 5 દિવસીય ટેસ્ટ મેચ 4 દિવસમાં પૂર્ણ થઈ જાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો:- IND vs ENG: મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર, ભારતીય ખેલાડીઓ કરી રહ્યાં છે તૈયારી
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં ટેસ્ટ મેચને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત vs ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચને લઈને યુવાનો ઉત્સાહિત છે. ત્યારે 6 વર્ષ બાદ પહેલીવાર મોટેરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોઈ મેચના સાક્ષી બનવા યુવાનો આતુર છે. યુવાનો ભારતના બેટ્સમેનો પાસેથી સદી અને બોલરો પાસેથી ઝડપી વિકેટની અપેક્ષા કરી રહ્યા છે.
આ પણ વાંચો:- IND VS ENG: T20 માં સામેલ થયો Ishan Kishan, એક સ્પેશિયલ ફ્રેન્ડે આ ખાસ અંદાજમાં પાઠવ્યા અભિનંદન
કોહલી, પુજારા, રોહિત શર્મા, રિષભ પંતથી યુવાનોને રનના વરસાદની અપેક્ષા છે, તો ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ અને બેન સ્ટોક્સની પણ બેટિંગ નિહાળવા યુવાનો આતુર છે. તો ભારતીય બોલર બુમરાહ અને આર. અશ્વિન તેમજ ઇંગ્લેન્ડના બોલર એન્ડરસન, બ્રોડ અને આર્ચરથી સારી બોલિંગની યુવાનો આશા કરી રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે