Shikshak Parv: 'કોરોનામાં શિક્ષકોએ પડકારોનું કર્યું સમાધાન', જાણો PM Modi ના સંબોધનની મહત્વની વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક પર્વ 2021નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે અનેક નવી પહેલની શરૂઆત કરી. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં જનભાગીદારીની તાકાતથી ભારતમાં એવા એવા કાર્યો થયા કે જેની કોઈ  કલ્પના પણ નહતું કરી શકતું. 

Shikshak Parv: 'કોરોનામાં શિક્ષકોએ પડકારોનું કર્યું સમાધાન', જાણો PM Modi ના સંબોધનની મહત્વની વાતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક પર્વ 2021નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે અનેક નવી પહેલની શરૂઆત કરી. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં જનભાગીદારીની તાકાતથી ભારતમાં એવા એવા કાર્યો થયા કે જેની કોઈ  કલ્પના પણ નહતું કરી શકતું. 

શિક્ષકોનું યોગદાન અતુલ્ય અને પ્રશંસનીય-પીએમ મોદી
રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા શિક્ષકોને તેમણે અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તમે બધાએ કપરા સમયમાં દેશમાં શિક્ષણ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે એકનિષ્ઠ પ્રયત્ન કર્યો છે તે અતુલ્ય છે, પ્રશંસનીય છે. આજે શિક્ષક પર્વ પર અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો છે. આ પહેલ એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આજે જે યોજનાઓ શરૂ થઈ છે તે ભવિષ્યના ભારતને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 

પીએમ મોદીએ કરી અનેક પહેલની શરૂઆત
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે વિદ્યાંજલી 2.0, નિષ્ઠા 3.0, ટોકિંગ બુક્સ અને યુએલડી બેસ આઈએસએલ ડિક્શનરી જેવા નવા કાર્યક્રમ અને વ્યવસ્થાઓ લોન્ચ કરાઈ છે. મને પૂરેપૂરો ભરોસો છે કે તે આપણી શિક્ષણ વ્યવસ્થાને વૈશ્ચિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનાવશે. 

શિક્ષકોએ કર્યું પડકારોનું સમાધાન
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન આપણે બધાએ આપણા શિક્ષણ ક્ષેત્રની ક્ષમતાઓને જોઈ છે. ઘણા બધા પડકારો હતા પરંતુ આપણે બધા પડકારોને ઝડપથી ઉકેલ્યા. ઓનલાઈન ક્લાસ, ગ્રુપ વીડિયો કોલ, ઓનલાઈન પરીક્ષા જેવા શબ્દો પહેલા અનેક લોકો એ સાંભળ્યા નહતા. તેમણે કહ્યું કે આજે એક બાજુ દેશની પાસે બદલાવનું વાતાવરણ છે તો સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આધુનિક અને ભવિષ્યની નીતિ પણ છે. આથી છેલ્લા કેટલાક સમયથી દેશ સતત શિક્ષણ ક્ષેત્રમાં એક પછી એક નવા નિર્ણય લઈ રહ્યો છે, એક મોટો ફેરફાર થતો જોઈ રહ્યો છે. 

વિદ્યાંજલી 2.0 જીવંત પ્લેટફોર્મની જેમ
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશે 'બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ' ની સાથે બધાના પ્રયાસનો જે સંકલ્પ લીધો છે, વિદ્યાંજલિ 2.0 તેના માટે એક જીવંત પ્લેટફોર્મની જેમ છે. તેમણે કહ્યું કે જ્યારે સમાજ મળીને કઈક કરે છે ત્યારે ઈચ્છિત પરિણામ જરૂર મળે છે અને આપણે એ જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જનભાગીદારી હવે ફરી ભારતનું નેશનલ કેરેક્ટર બનતું જાય છે. હાલમાં જ સંપન્ન થયેલા ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. મે આપણા ખેલાડીઓને અપીલ કરી છે કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે દરેક ખેલાડી ઓછામાં ઓછી 75 શાળાઓમાં જાય. 

ટેક્નિકને શિક્ષમનો ભાગ બનાવી રહ્યો છે દેશ
પીએમ મોદીએ કહ્યું કે તમે બધા એ વાતથી પરિચિત છો કે કોઈ પણ દેશની પ્રગતિ માટે એજ્યુકેશન માત્ર Inclusive જ નહીં પરંતુ equitable  (ન્યાયસંગત) પણ હોવું જોઈએ. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણનું સમાન અને સમાવેશી હોવું જરૂરી છે. તેના માટે થઈને જ દેશ શિક્ષણના ભાગ રૂપે બોલનારા પુસ્તકો અને ઓડિયો પુસ્તકોને સામેલ કરી રહ્યો છે. યુડીએલ પર આધારિત એક ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ તૈયાર કરવામાં આવ્યો છે. તેના માટે આજે દેશ Talking બુક્સ અને Audio બુક્સ જેવી ટેક્નિકને શિક્ષણનો ભાગ બનાવી રહ્યો છે. 

3 વર્ષના બાળકો માટે પહેલ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નિપુણ ભારત અભિયાનમાં ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષના બાળકો માટે Foundational Literacy and Numeracy Mission લોન્ચ કરાયું છે. ત્રણ વર્ષની ઉંમરથી જબધા બાળકો અનિવાર્યપણે પ્રી સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરે અને આ દિશામાં જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે ઝડપથી બદલાતા આ દોરમાં આપણા શિક્ષકોએ પણ નવી વ્યવસ્થાઓ અને ટેક્નિકો વિશે ઝડપથી શીખવાનું હોય છે. 'નિષ્ઠા' ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા દેશ પોતાના ટીચર્સને આવા જ બદલાવો માટે તૈયાર કરી રહ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news