મહેસાણાનું સૂર્ય મંદિર હવે રાત્રે પણ ચમકશે! મોઢેરા બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

સોલાર એનર્જી થકી સોલાર વિલેજનું નિર્માણ કરતો રુપિયા 69 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રકારનો આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે.

  • મહેસાણાનું મોઢેરા બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

  • મોઢેરા ગામના 1610 ઘરોને વિજળી અપાશે

    સોલાર પ્લાન્ટથી મોઢેરાને મળશે નવી ઓળખ

    ભવિષ્યમાં 150 લાખ યુનિટ વીજળી આ પ્રોજેકટ ઉત્પન્ન કરી શકશે

Trending Photos

મહેસાણાનું સૂર્ય મંદિર હવે રાત્રે પણ ચમકશે! મોઢેરા બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ અને મંદિરને નિહાળવા ખેંચાઈ આવે  છે. જેથી મોઢેરા ગામને એક નવી અને આગવી ઓળખ પણ મળી રહી છે. જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા જઇ રહ્યું છે. જેનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે.

No description available.

રુપિયા 69 કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. જેમાં ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે.

No description available.

કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ સબસે સ્માર્ટ પણ લગાવવામાં આવશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 2.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે અને આ પ્રોજેક્ટ નું કામ હાલ પૂર્ણતા ના આરે છે.

No description available. 

હાલમાં મોઢેરા ગામ વાસીઓ તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.મોઢેરા ખાતે આવતા પ્રવાસીઓ મંદિરની શોભા માત્ર દિવસ દરમિયાન જોઈ શકે છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રી દરમિયાન સુંદર લાઇટિંગના નજરા સાથે જોવા મળશે. જેથી સૂર્ય મંદિરની નવી ઓળખને નિહાળવા પર્યટકોમાં પણ વધારો નોંધાઇ શકે છે.પ્રોજેકટનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.

No description available.

દેશનો પ્રથમ સોલાર પ્રોજેકટ મોઢેરાથી નજીક આવેલ સુજણપુરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યાં લગભગ  કામગીરી પૂર્ણ થવા આવી છે. મોઢેરા ગામમાં મકાનોની છત પર સોલાર સિસ્ટમ લાગવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોઢેરા ગામમાં પંચાયત, શાળાઓ, મંદિરો, દવાખાનાઓ અને મકાનો પર મોટા ભાગની સોલાર સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે અને બાકી રહેલા મકાનો પર સિસ્ટમ લગાડવાની કામગીરી ચાલી રહી છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

No description available.

સુપ્રસિદ્ધ મોઢેરા ગામને હવે સોલારથી ચાલનાર ગામ તરીકે ઓળખ મળશે. મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર સુપ્રસિદ્ધ મંદિર છે. જેના કારણે મોઢેરા ગામને દેશ દુનિયાના લોકો ઓળખતા થયા છે. જેમાં હવે દેશનો પ્રથમ મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપિત થવાના કારણે હવે આ ગામને ફરી એક નવી ઓળખ મળી છે. જેમાં ભારતનું એક માત્ર એવું ગામ કે જ્યાં માત્ર સોલારથી ઉપકરણો ચાલશે. જેથી હવે દેશ વિદેશમાં સોલાર વિલેજ તરીકે મોઢેરા ગામ અને સૂર્યમંદિર ઉભરી આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news