Karnataka Election: કોંગ્રેસે જ્યારે જ્યારે મને ગાળ આપી, જનતાએ સજા આપી-PM મોદી

Karnataka election 2023: કોંગ્રેસ પર નિશાન સાંધતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને 91વાર ગાળો આપી પરંતુ દર વખતે જનતાએ તેમને નકાર્યા. કોંગ્રેસ દરેક તે વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે. જે તેમના ભ્રષ્ટાચારને સામે લાવે છે. 

Karnataka Election: કોંગ્રેસે જ્યારે જ્યારે મને ગાળ આપી, જનતાએ સજા આપી-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બીદર, હુમનાબાદમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં મારી શરૂઆ બીદરથી થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આટલી મોટી સંખ્યામાં અહીં આવીને તમે આખા દેશને સંદેશો આપ્યો છે કે આ વખતે, ભાજપ સરકાર. આ ચૂંટણી કર્ણાટકને દેશમાં નંબર વન રાજ્ય બનાવવા માટેની ચૂંટણી છે. 

કોંગ્રેસ પર નિશાન સાંધતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને 91વાર ગાળો આપી પરંતુ દર વખતે જનતાએ તેમને નકાર્યા. કોંગ્રેસ દરેક તે વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે. જે તેમના ભ્રષ્ટાચારને સામે લાવે છે. જે તેમની સ્વાર્થભરી રાજનીતિ પર પ્રહાર કરે છે. મોટામાં મોટા મહાપુરુષ તેમની ગાળોનો ભોગ બન્યા છે. જ્યારે હું આ જોઉ છું ત્યારે વિચારું છું કે ચલો ગાળો ખાનાર હું એકલો નથી. તેમણે બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકર જેવા મહાપુરુષને પણ ગાળો આપી, એ જ તે મોદીને આપે છે. હું તેને ઉપહાર ગણું છું. કોંગ્રેસ ગાળો આપે છે પરંતુ હું જનતા માટે કામ કરતો રહીશ. જનતાના સમર્થનથી ગાળો માટીમાં મળી જશે. મારે કર્ણાટક માટે વધુ સેવા કરવાની છે. કર્ણાટકના વિકાસ માટે પૂર્ણ બહુમતવાળી સ્થાયી સરકાર જોઈએ. 

— ANI_HindiNews (@AHindinews) April 29, 2023

પીએમ મોદીએ લોકોને ભાજપને મત આપવાની અપીલ કરતા કહ્યું કે તમે બધા એક એવું કર્ણાટક ઈચ્છો છો જ્યાં હાઈવે અને એક્સપ્રેસ વેનો વિસ્તાર થતો રહે. જ્યાં મેટ્રોની સુવિધા વધુ જિલ્લાઓ સુધી હોય, જ્યાં હજુ વધુ સંખ્યામાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો દોડે, જ્યાં દરેક ખેતરમાં સિંચાઈની આધુનિક સુવિધા હોય.... છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય માણસે કર્ણાટકમાં વિકાસને જે ગતિ જોઈએ છે તેને તેઓ રોકવા માંગતા નથી અને તમારા આ સપાને પૂરા કરવાનું બીડું ભાજપે ઉઠાવ્યું છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે અહીં ડબલ એન્જિનની સરકાર હોવી ખુબ જરૂરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી હતી ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર હતી. તેમને ખેડૂતોથી કેટલી નફરત છે તે જુઓ કે લાભાર્થી ખેડૂતોની સૂચિ કેન્દ્ર સરકારને મોકલવામાં અડચણો પેદા કરતા હતા. તેમને તકલીફ એ હતી કે તેમાં વચ્ચે કોઈ કટકી નહતી, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા હતા. તેમણે છત્તીસગઢ અને રાજસ્થાનના ખેડૂતોને જે વચનો આપ્યા તે હજુ સુધી પૂરા થયા નથી. કોંગ્રેસે આ વિસ્તારના શેરડીના ખેડૂતોને પોતાના હાલ પર છોડી દીધા જ્યારે અમે તેમની સમસ્યાઓને પ્રાથમિકતા પર દૂર કરી રહ્યા છીએ. 

અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં 10મી મેના રોજ મતદાન થશે. જ્યારે 13મી મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે કારણ કે ત્યારે મતગણતરી થશે. અહીં ગત ચૂંટણી 2018ના મે મહિનામાં થઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. ગત ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે 80, અને જેડીએસએ 37 બેઠકો જીતી હતી. જો કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી પરંતુ કોંગ્રેસ અને જેડીએસએ ભેગા થઈને સરકાર બનાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news