સંસદમાં રાહુલની ગળે મળવાની હરકત મામલે વડાપ્રધાને પહેલીવાર ખોલ્યું મોં અને મારી દીધી સિક્સર

આ ચર્ચાસ્પદ પ્રકરણ વિશે વડાપ્રધાને પહેલીવાલ પોતાનું નિવેદન જાહેર કર્યું છે

સંસદમાં રાહુલની ગળે મળવાની હરકત મામલે વડાપ્રધાને પહેલીવાર ખોલ્યું મોં અને મારી દીધી સિક્સર

નવી દિલ્હી : સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું ભાષણ આપ્યા પછી પીએમ મોદીની સીટ પર જઈને તેમના ગળે મળ્યા હતા. આ મામલા વિશે હજી પણ ચર્ચા ચાલુ છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ મામલે વડાપ્રધાન મોદીએ ત્યારે તો કંઈ નહોતું કહ્યું પણ બીજીવાર રાહુલને પરત બોલાવીને ગળે લગાવ્યો હતો. લોકસભા સ્પીકરે પણ આ ઘટનાને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલની હરકતને બાળક જેવી હરકત ગણાવી છે. કોંગ્રેસની સહયોગી જેડીએસના કર્ણાટક અધ્યક્ષે પણ રાહુલ ગાંધીની આ હરકત વિશે આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે રાહુલની હરકત બાળકબુદ્ધિનું પ્રદર્શન હતું અને આમ છતાં પણ તમને નિર્ણય લેવામાં મુશ્કેલી થતી હોય તો તેમની આંખ મારવાની હરકત ચોક્કસ જોઈ લેજો. 

— ANI (@ANI) August 11, 2018

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધન તૂટવાના સવાલ પર પીએમએ કહ્યું છેકે મુફ્તી સાહેબના દુખદ નિધન પછી લોકોની અપેક્ષા પુરી કરવામાં અવરોધ આવવા લાગ્યા અને આ કારણે અમે સત્તામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news