વારાણસી-ગાજીપુરના લોકોને આજે કરોડોની ભેટ આપશે PM મોદી, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી અને ગાજીપુરના એક દિવસના પ્રવાસે રહેશે. પોતાના સંસદીય મતવિસ્તાર ક્ષેત્રમાં વડાપ્રધાન ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના દક્ષિણ એશિયાઈ  કેન્દ્ર સહિત 180 કરોડ રૂપિયાની 15 પરિયોજનાઓનું લોકાર્પણ  કરશે. 

વારાણસી-ગાજીપુરના લોકોને આજે કરોડોની ભેટ આપશે PM મોદી, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી અને ગાજીપુરના એક દિવસના પ્રવાસે રહેશે. પોતાના સંસદીય મતવિસ્તાર ક્ષેત્રમાં વડાપ્રધાન ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના દક્ષિણ એશિયાઈ  કેન્દ્ર સહિત 180 કરોડ રૂપિયાની 15 પરિયોજનાઓનું લોકાર્પણ  કરશે. 98 કરોડ  રૂપિયાની 14 પરિયોજનાઓનો શિલાન્યાસ પણ તેમના હાથે થશે. આ અગાઉ વડાપ્રધાન રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાના સંસદીય ક્ષેત્ર ગાજીપુરમાં રાજ્યભર સમાજની જનસભામાં મહારાજા સુહેલદેવ પર પોસ્ટ ટિકિટ જારી કરશે. આ ઉપરાંત રાજ્યમાં 230 કરોડ રૂપિયાના ખર્ચથી બનનારી મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખશે. 

પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ 

- પીએમ મોદી બપોરે 12.20 વાગે હેલિકોપ્ટરથી આરટીઆઈ ગ્રાઉન્ડમાં બનેલા હેલિપેડ પર પહોંચશે. 
- અહીંથી બપોરે લગભગ 12.30 વાગે તેઓ કાર્યક્રમના સ્થળે પહોંચશે.
- કાર્યક્રમના સ્થળ પર મહારાજા સુહેલદેવ પર સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરશે. 
- ટિકિટ જારી કર્યા બાદ મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.
- પીએમ મોદી લગભગ એક વાગે જનસભાને સંબોધશે.
- બપોરે 1.35 વાગે તેઓ કાર્યક્રમના સ્થળેથી હેલિપેડ માટે રવાના થશે. 
- બપોરે 1.45 વાગે પીએમ નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી વારાણસી માટે રવાના થઈ જશે. 
- ગાજીપુર બાદ તેઓ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે રવાના થઈ જશે. 
- બપોરે 2.30 વાગે પીએમ મોદી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દેશને સમર્પિત કરશે. 
- 98 કરોડ  રૂપિયાની 14 પરિયોજનાઓનો શિલાન્યાસ પણ તેમના હાથે થશે.
- દીનદયાળ હસ્તકલા સંકુલમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
- પીએમ અહીં પૂર્વાંચલના લગભગ બે હજાર હસ્તશિલ્પકારો અને ઉદ્યમીઓ સાથે પણ સંવાદ કરશે. 
- આ દરમિયાન પીએમ મોદી બે હજાર કરોડ રૂપિયાના ઋણ ચેકનું પણ વિતરણ કરશે. 
- બપોરે લગભગ 3.45 વાગે ODOPની રિજીયોનલ સમિટમાં ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news