PM મોદી આજે લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો, કોણ-કોણ આમંત્રિત, જાણો કાર્યક્રમની તમામ વિગત

પ્રધાનમંત્રી મોદી હવે થોડી કલાકોમાં લાલ કિલ્લાના પ્રાચીર પર તિરંગો ફરકાવવાની સાથે દેશને સંબોધિત કરવાના છે. આ સમારોહમાં ભાગ લેવા માટે અનેક લોકોને બોલાવવામાં આવ્યા છે. તેની વિગત જાહેર કરવામાં આવી છે. 

PM મોદી આજે લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો, કોણ-કોણ આમંત્રિત, જાણો કાર્યક્રમની તમામ વિગત

નવી દિલ્હીઃ દેશ આજે રવિવારે 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવશે. સાથે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ દરમિયાન વાયુ સેનાના બે એમઆઈ-17 1વી હેલીકોપ્ટર પ્રથમવાર સમારોહ સ્થળની ઉપર પુષ્પ વર્ષા કરશે. પીએમ મોદીએ ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021ના અમદાવાદના સાબરમતી આશ્રમથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી જારી રહેશે. 

લાલ કિલ્લા પર પ્રધાનમંત્રીના આગમન પર રક્ષામંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ અને રક્ષા સચિવ ડો. અજય કુમાર તેમની આગેવાની કરશે. રક્ષા સચિવ દિલ્હી ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી), લેફ્ટિનેન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, એવીએસએમનો પ્રધાનમંત્રી સાથે પરિચય કરાવશે. 

ત્યારબાદ દિલ્હી ક્ષેત્રના જીઓસી પીએમ મોદીને સેલ્યૂટિંગ બેઝ સુધી લઈ જશે. ત્યાં એક સંયુક્ત ઇન્ટર-સર્વિસ અને દિલ્હી પોલીસ ગાર્ડ પ્રધાનમંત્રીને સામાન્ય સલામી આપશે. ત્યારબાદ પીએમ મોદી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. 

પ્રધાનમંત્રી માટે ગાર્ડ ઓફ ઓનર, દળમાં સેના, નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલીસ પ્રત્યેકમાંથી એક-એક અધિકારી અને 10 જવાન સામેલ થશે. પ્રધાનમંત્રીના ગાર્ડમાં નૌસેના દળની કમાન લેફ્ટિનેન્ટ કમાન્ડર સુને ફોગટ, સેનાની ટુકડીની કમાન મેજર વિકાસ સાંગવાન અને વાયુસેનાની ટુકડીની કમાન સ્કાવડ્રન લીડર એ. બેરવાલ સંભાળશે. દિલ્હી પોલીસ દળની કમાન એડિશનલ ડીસીપી સુબોધ કુમાર ગોસ્વામી સંભાળશે. 

કઈ રીતે પૂરી થશે તિરંગો ફરકાવવાની વિધિ?
ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર માટે રવાના થશે, જ્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણે, નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયા કરશે. દિલ્હી ક્ષેત્રના જીઓસી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રધાનમંત્રીને પ્રાચીર સ્થિત મંચ પર લઈ જશે. 

ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. નૌસેના બેન્ડ, જેમાં 16 લોકો સામેલ થશે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીય સલામી દરમિયાન રાષ્ટ્રગાન વાગશે. બેન્ડનું સંચાલન એમસીપીઓ વિન્સેન્ટ જોનસન તરફથી કરવામાં આવશે. 

લેફ્ટિનેન્ટ કમાન્ડર પી. પ્રિયંબદા સાહૂ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં પ્રધાનમંત્રીને સહાયતા કરશે. આ એલીટ 2233 ફીલ્ટ બેટરીના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામીની સાથે સિંક્રોનાઇઝ કરવામાં આવશે. રાષ્ટ્રીય ધ્વજ ગાર્ડ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના સમયે રાષ્ટ્રીય સલામી આપશે. તેમાં સેના, વાયુસેના, નૌસેના અને દિલ્હી પોલીસના પાંચ અધિકારી અને જવાન સામેલ થશે. ભારતીય નૌસેનાના કમાન્ડર કુલદીપ. એમ. નેરાલકર ઇન્ટર-સર્વિસ ગાર્ડ અને પોલીસ ગાર્ડની કમાન સંભાળશે. 

કોણ-કોણ આમંત્રિત?
ભાલા ફેંક સ્પર્ધામાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી અને સેનામાં સૂબેદાર નીરજ ચોપડા સહિત ઓલિમ્પિકના 32 વિજેતા ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બે અધિકારીઓને સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ ાપવામાં આવ્યું છે. લગભગ 240 ઓલિમ્પિયન, સહયોગી સ્ટા અને સાઈ તથા ખેલ મહાસંઘના અધિકારીઓ પણ પ્રાચીરની સામે જ્ઞાન પથની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે કુલ સાત મેડલ જીતી અત્યાર સુધી ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો કોવિડ સામે લડનારા કોરોના યોદ્ધાઓના સન્માનમાં લાલ કિલ્લાની પ્રાચીરની દક્ષિણ તરફ એક અલગ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news